Technology News : નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે સતત આઠમી વખત સામાન્ય બજેટ રજૂ કર્યું. મોદી સરકાર 3.0નું આ પ્રથમ સામાન્ય બજેટ હતું. બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રીએ ઘણા ક્ષેત્રો માટે ઘણી મોટી જાહેરાતો કરી છે. બજેટ 2025માં નાણામંત્રીએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માટે પણ મોટી જાહેરાત કરી હતી.
સંસદમાં બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રીએ કહ્યું હતું કે કૌશલ્ય વિકસાવવા માટે ભારતમાં કૌશલ્ય પ્રશિક્ષણ માટે પાંચ રાષ્ટ્રીય શ્રેષ્ઠતા કેન્દ્રો ખોલવામાં આવશે. આ સાથે, AI શિક્ષણ માટે AI સેન્ટર ફોર એક્સેલન્સ ખોલવામાં આવશે. સરકારે બજેટમાં AI સેન્ટર માટે 500 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે.
2025નું બજેટ રજૂ કરતાં નાણાં મંત્રીએ કહ્યું કે અમે 2023માં કૃષિ, આરોગ્ય અને ટકાઉ શહેરો માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનાં ત્રણ કેન્દ્રોની જાહેરાત કરી હતી. હવે 500 કરોડના ખર્ચે શિક્ષણ માટે એઆઈ સેક્ટરમાં સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરવામાં આવશે.
બજેટ રજૂ કરતી વખતે કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું કે સરકારનું ધ્યાન સૌના વિકાસ પર છે. નાણામંત્રીએ બજેટમાં આઈઆઈટી અને મેડિકલ કોલેજોની ક્ષમતા વધારવાનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં IITની ક્ષમતામાં 100 ટકાનો વધારો થયો છે.














Leave a Reply