[ad_1]
Mitesh Purohit | I am Gujarat | Updated: Nov 21, 2021, 4:34 PM
પરિણીત બિલ્ડરે મોજશોખ માટે મહિલાને પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચે અનેકવાર ભોગવી, ભાંડો ફૂટતા મહિલા સાથે મારપીટ કરી અંતે ફરિયાદ થતાં પોલીસે ધરપકડ કરી.
પ્રતિકાત્મક તસવીર
હાઈલાઈટ્સ:
- મહિલા ત્રણ વર્ષ પહેલા બિલ્ડર સંજયની બાજુની સોસાયટીમાં ભાડેથી રહેતી હતી ત્યારે પરિચય થયો હતો.
- પોતે અપરિણીત હોવાનું કહીને સંબંધ બાંધ્યા હતા અને ભાંડો ફૂટતાં તું ગમતી નથી કહીને ઢોર માર માર્યો.
- મહિલાને લગ્નની લાલચે પ્રેમજાળમાં ફસાવી અનેકવાર ભોગવી હતી અને કપલ જાહેરમાં પણ પતિ-પત્નીની જેમ રહેતું હતું.
બનાવની વિગત મુજબ સરથાણા પોલીસે જણાવ્યું હતું કે બિલ્ડર સંજય બાબુ પોકળ (ઉ.વ.45) (રહે, રાજ પેલેસ પુણાગામ) સામે બળાત્કારની ફરિયાદ નોધવામાં આવી છે. સણીયા હેમાદ વિસ્તારમાં રહેતી 40 વર્ષીય ની મહિલાની ફરિયાદ બાદ કાયદેસર ની કાર્યવાહી શરૂ કરાઇ છે. ફરિયાદમાં પરિણીતાએ જણાવ્યું હતું કે તેના પતિ સાથે છુટાછેડા થઈ ગયા છે. પોતે ઘરમાં સાડી વર્કનું કામ કરી પરિવારમાં 16 વષનો દીકરો અને 12 વર્ષની દીકરીનું ભરણપોષણ કરે છે. મહિલા ત્રણ વર્ષ પહેલા બિલ્ડર સંજયની બાજુની સોસાયટીમાં ભાડેથી રહેતી હતી. ત્યારે સંજય પોતે સોસાયટીનો પ્રમુખ હોવાથી અવાર નવાર ઘરે આવી મિત્રતા કેળવી હતી. ત્યારબાદ પોતે અપરણીત હોવાનુ કહી પ્રેમજાળમાં ફસાવી લગન્ કરવાની લાલચ આપી અવાર નવાર ઘરે, તેના મિત્રના ફાર્મ હાઉસમાં તેમજ ડુમસની હોટલમાં લઈ જઈ શારીરિક સબંધ બાંધ્યા હતાં.
મહિલા પુણાગામથી ઘર ખાલી કરી સણીયા હેમાદ ખાતે ફ્લેટમાં રહેવા માટે ગઈ હતી. ત્યારે ફલેટમાં બંને જણા પતિ-પત્નીની જેમ પૂજાના હવનમાં બેઠા હતા. આ ઉપરાંત તમામ પ્રસંગોમાં પતિ-પત્નીની જેમ સાથે રહ્યા હતા. દરમ્યાન સંજયની પત્નીને પતિના અફેરની જાણ થઈ ગઈ હતી. બીજી તરફ પરિણીતાને પણ ખબર પડી ગઈ કે સંજય પરણિત છે અને તે પણ બે સંતાનનો પિતા છે. ત્યારે સંજયએ પોતાના બચાવમાં પત્ની ગમતી નથી છુટાછેડા આપી દેવાના છે તેમ કહી લિવ ઈન રિલેશનનો કરાર બનાવ્યો હતો.
જોકે ભાંડો ફૂટી ગયા બાદ નાની નાની વાતે પરિણીતા સાથે ઝગડો કરતો હતો અને એક દિવસ થોડા દિવસો બાદ સંજય ચીક્કાર દારૂ પીધેલી હાલતમાં મહિલાના ઘરે આવી તેણીને બાળકોની સામે ઢોર માર માર્યો હતો. સંતાનોને જાનથી મારી નાંખવાની ધમકી આપી પરિણીતાને તરછોડી દીધી હતી. ભોગ બનનાર પરિણીતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સંજય પોકળની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આસપાસના શહેરોના સમાચાર
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
Gujarati News from Iam Gujarat, TIL Network
[ad_2]
Source link






Leave a Reply