Surat college girl died in coffee shop: સુરતમાં કોલેજિયન ગર્લનું શંકાસ્પદ મોત, કોફી શોપમાં થઈ હતી બેભાન – suspected death of a college girl in surat unconscious in a coffee shop

[ad_1]

હાઈલાઈટ્સ:

  • કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું મોત થતાં પરિવારે હોબાળો મચાવ્યો
  • વિધર્મી યુવક પર યુવતીને ઝેર આપીમારી નાંખી હોવાનો પરિવારનો આક્ષેપ
  • ‘જ્યાં સુધી યુવકની ધરપકડ નહીં થાય ત્યાં સુધી દીકરીની અંતિમવિધિ નહીં’

સુરત: વેસુમાં આવેલી એક કોફી શોપમાં કોલેજના વિદ્યાર્થી અને વિદ્યાર્થિની બેભાન હાલતમાં મળી આવ્યા હતા. જે બાદ તેઓને સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં વિદ્યાર્થીનીને મૃત જાહેર કરવામાં આવી હતી. જો કે, તેની સાથેનો યુવક સારવાર દરમિયાન જ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ મૃતક યુવતી બીએડની વિદ્યાર્થિની હોવાનું સામે આવ્યુ છે. યુવતીના શંકાસ્પદ મોત મામલે પરિવારે હોબાળો મચાવ્યો છે અને યુવક પર ગંબીર આરોપ લગાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબમૃતક યુવતીના પરિવારે વિધર્મી યુવક પર આક્ષેપ કર્યો છે કે, યુવકે યુવતીને ઝેર આપીને મારી નાંખી છે. પરિવારે કહ્યું છે કે, જ્યાં સુધી છોકરાની ધરપકડ ન થાય ત્યાં સુધી અમે અમારી દીકરીની અંતિમવિધિ નહીં કરીએ. તેમજ મૃતક યુવતીના પિતા સુરત આવ્યા બાદ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાશે.

સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, ઘટના સોમવારની મોડી સાંજની છે. 108 એમ્બ્યુલન્સમાં યુવક અને યુવતીને શંકાસ્પદ ઝેરી દવા પીધી હોવાની વાત સાથે સારવાર માટે લાવવામાં આવ્યાં હતાં. આ દરમિયાન તપાસ કરતા યુવતી મૃત મળી આવી હતી. જે બાદ તેની સાથે આવેલો વિદ્યાર્થી સારવાર અધૂરી છોડી ભાગી ગયો હતો.

પ્રાપ્ત અહેવાલો અનુસાર કોફી શોપના સંચાલકે કહ્યું કે બે કલાકથી એકની એક જગ્યા પર બેસેલા જોઈ શંકા જતાં પૂછવા ગયા હતા અને ચેક કરતા બન્ને ટેબલ પર જ ઢળી પડ્યાં હતાં. જેથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઓડિશા પરિવારની એકની એક દીકરીને વિધર્મી યુવકે ઝેર આપી મારી નાખી હોવાનો પરિવારે આક્ષેપ કરતાં ખટોદરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *