Sudhanshu pandey: ‘અનુપમા’ શો છોડી દેશે ‘વનરાજ’? વેબ સીરીઝમાં ઓફર થયો છે મહત્વનો રોલ – will sudhanshu pandey leave tv serial anupamaa for a web series

[ad_1]

હાઈલાઈટ્સ:

  • થોડા દિવસ પહેલા જ પરિવાર સાથે દુબઈ ફરવા ગયો હતો સુધાંશુ પાંડે.
  • વેબ સીરીઝના શૂટિંગ માટે ‘અનુપમા’નો સાથ છોડી દેશે સુધાંશું પાંડે?
  • વનરાજનો રોલ કરીને સુધાંશું પાંડે ઘરે-ઘરે જાણીતો થયો છે.


ટીવી સીરિયલ ‘અનુપમા’માં ટીઆરપી ચાર્ટમાં મોટાભાગે ટોપ પર રહે છે. શોના દરેક પાત્રને દર્શકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યા છે. રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે, મદાલસા શર્મા, ગૌરવ ખન્ના વગેરે જેવા કલાકારો આ શોમાં જોવા મળે છે. શોમાં આવતા નવા-નવા ટ્વિસ્ટ દર્શકોને જકડી રાખે છે. ત્યારે શોના લીડ એક્ટરને લઈને ચોંકવનારી ખબર સામે આવી છે. શોમાં વનરાજનો રોલ કરતો એક્ટર સુધાંશુ પાંડે ‘અનુપમા’ છોડી શકે છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, સુધાંશુને એક મોટી ઓફર મળી છે. આ પ્રોજેક્ટ પર જ કામ કરવા માટે સુધાંશુ શો છોડશે તેવી ચર્ચા છે.

માધુરી દીક્ષિતે લીધી ગુજરાતની મુલાકાત, પાતરાં, કઢી સહિતની ગુજરાતી વાનગીનો સ્વાદ માણ્યો

મીડિયા રિપોર્ટ સુધાંશુ પાંડેને એક વેબ સીરીઝમાં રોલ મળ્યો છે. સુધાંશુ પાંડેને પોલિટિકલ ડ્રામા આધારિત વેબ સીરીઝ ઓફર થઈ છે, જેમાં તેને રાજકારણીનો રોલ ઓફર થયો છે. મીડિયા રિપોર્ટનું માનીએ સુધાંશુ આ પ્રોજેક્ટ માટે ખૂબ ઉત્સાહિત છે. સુધાંશુ પાંડેને ઓફર થયેલી આ વેબ સીરીઝ સોશિયલ એક્ટિવિટીસ્ટ સુનિલ સિહાગ ગોરા બનાવી રહ્યા છે. આ વેબ સીરીઝ સુનીલ સિહાગના પુસ્તક ‘ડે ટર્ન્સ ડાર્ક’ પર આધારિત છે. ટૂંક સમયમાં જ સુધાંશુ રાજસ્થાનના ગંગાનગર અને આસપાસના કેટલાક વિસ્તારોમાં વેબ સીરીઝની શૂટિંગ માટે જશે તેવા અહેવાલ છે.

આ વેબ સીરીઝનું શૂટિંગ કરવાનો હોવાથી સુધાંશુ પાંડે આગામી થોડા સમય સુધી ‘અનુપમા’ સીરિયલમાં નહીં જોવા મળે. આ ખબર સાંભળીને સુધાંશુના ફેન્સને ઝટકો લાગી શકે છે. જોકે, આ અંગે સુધાંશુ તરફથી ખબર લખાઈ ત્યાં સુધીમાં કોઈ પ્રતિક્રિયા આવી નથી.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા દિવસથી સુધાંશુ ‘અનુપમા’ ગાયબ જોવા મળી રહ્યો છે. એક વેબ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યૂમાં સુધાંશુએ જણાવ્યું હતું કે, તે પરિવાર સાથે હોલિડે માટે દુબઈ ગયો હતો અને આ જ કારણે શોમાંથી ગાયબ હતો. આ સિવાય સુધાંશુ આગામી પ્રોજેક્ટના શૂટિંગ માટે રાજસ્થાન ગયો હતો પણ હવે ‘અનુપમા’ના સેટ પર પાછો આવ્યો છે અને ફરી શૂટિંગ શરૂ કર્યું છે.

રવિનાના ફેન્સને ના ગમ્યું ‘ટિપ ટિપ બરસા પાની’નું નવું વર્ઝન, ટીકા થતાં રોહિત શેટ્ટીએ આપ્યો જવાબ

ઉલ્લખનીય છે કે, સુધાંશુ પાંડે ‘અનુપમા’માં વનરાજ શાહનો રોલ ભજવે છે. તેનું પાત્ર ગ્રે શેડનું છે. અનુપમા અને વનરાજની જોડીને દર્શકોએ પ્રેમ આપ્યો હતો. જોકે, બાદમાં બંનેના ડિવોર્સ થયા હતા. હાલ દર્શકોને અનુપમા અને તેના કોલેજ કાળના મિત્ર અનુજ કપાડિયાની કેમેસ્ટ્રી ખૂબ પસંદ આવી રહી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *