[ad_1]
Manishkumar Kapadia | I am Gujarat | Updated: Nov 22, 2021, 7:28 AM
માસૂમની ભૂલ માત્ર એટલી હતી કે તેણે તેના મામાને પોતાની માતાની કરતૂતની ફરિયાદ કરી હતી. આ વાતથી ઉશ્કેરાઈ ગયેલા મામાએ માસૂમ ભાણાને લોખંડના સળિયાથી ફટકાર્યો હતો
હાઈલાઈટ્સ:
- સીટીએમ વિસ્તારમાં રહેતી મહિલા સતત ફોન પર કોઈની સાથે વાતો કરતી રહેતી
- આ વાતની ફરિયાદ 13 વર્ષના માસૂમે તેની નાની, મામા અને મામીને કરી હતી
- ઉશ્કેરાઈ ગયેલા મામા અને મામીએ તેને ગડદાપાટુનો માર માર્યો હતો
બનાવની વિગત એવી છે કે, સીટીએમ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિના લગ્ન એક મહિલા સાથે 15 વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કર્યા હતા. આ વ્યક્તિ ફર્નિચરનું કામ કરે છે. લગ્ન બાદ તેઓના ઘરે ત્રણ સંતાનનો જન્મ થયો હતો. જેમાં 13 વર્ષનો દીકરો સૌથી મોટો છે. લગ્ન બાદ મહિલા અવાર નવાર ફોન પર કોઈની સાથે વાતો કરતી રહેતી હતી. જેના કારણે પતિ-પત્ની વચ્ચે પણ વારંવાર ઝઘડા થતા હતા. વાત શનિવારની છે, એ દિવસે પતિ કોઈ કામથી ઘરની બહાર ગયો હતો. ત્યારે પત્ની ફોન પર કોઈની સાથે વાતો કરતી હતી. આ જોઈને દીકરાએ તેના પિતાને ફોન કરીને જાણ કરી હતી. તેણે તેના પિતાને કહ્યું કે, તે દાણીલીમડા વિસ્તારમાં રહેતા તેના નાની ઘરે જાય છે.
એ દિવસે રાત્રે દીકરાએ તેના પિતાને ફરી ફોન કર્યો અને જણાવ્યું કે, તે પહોંચ્યો ત્યારે ઘરે નાની, મામા અને મામી હાજર હતા. તેણે તેની માતાની ફરિયાદ કરી હતી કે તે વારંવાર ફોન પર કોઈ વ્યક્તિ સાથે વાતો કરતી રહે છે. આ સાંભળીને નાની ઉશ્કેરાઈ ગયા હતા અને તેને અપશબ્દો કહ્યા હતા. બાળકને ઘરમાંથી ચાલ્યા જવાનું પણ કહ્યું હતું. એટલું જ નહીં આ વાતથી ઉશ્કેરાઈ ગયેલા મામા અને મામીએ તેને ગડદાપાટુનો માર પણ માર્યો હતો. આ દરમિયાન નિષ્ઠુર મામા લોખંડનો સળિયો લઈને આવ્યો હતો અને તેનાથી માર માર્યો હતો. સાથે જ ધમકી પણ આપી હતી કે, હવેથી જો તે તેની મમ્મીની ફરિયાદ કરવા આવ્યો તો તેને અને તેના પપ્પાને જાનથી મારી નાખીશ.
આ વાત સાંભળીને 13 વર્ષનો માસૂમ ડરી ગયો હતો. તે રિક્ષામાં બેસીને ત્યાંથી ભાગી ગયો હતો. દીકરાને ઈજાઓ થતા તેના પિતા સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન ખબર પડી કે, તેને હાથમાં ફ્રેક્ચર થયુ છે. આખરે, માસૂમના પિતાએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં સાસુ, સસરા, સાળા અને સાળાની પત્ની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાન્હવી કપૂરનો સિમ્પલ બટ હોટ લૂક, ફેન્સ બન્યા ક્રેઝી
આસપાસના શહેરોના સમાચાર
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
Gujarati News from Iam Gujarat, TIL Network
[ad_2]
Source link






Leave a Reply