[ad_1]
હાઈલાઈટ્સ:
- રાજ્યમાં આજે સાંજે 4 વાગ્યા સુધીમાં કુલ 5,10,849 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું.
- રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 98.74 ટકા નોંધાયો છે.
- ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 816856 દર્દીઓ ડિસ્ચાર્જ થાય છે.
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 17, વડોદરામાં 6, નવસારીમાં 3, જામનગર-રાજકોટ-સુરતમાં 2, ગીર સોમનાથ-જામનગર (જિલ્લો)-સુરત (જિલ્લો)-વલસાડમાં 1 કેસ નોંધાયો છે. જ્યારે નવસારીમાં 1 દર્દીનું મોત નીપજ્યું છે.
અહીં નોંધનીય છે કે વૈશ્વિક કોરોના મહામારીએ એકવાર ફરી યુરોપમાં ગંભીર રુપ લઇ લીધું છે. જેને લઇને વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ ગંભીર ચેતવણી આપી છે. યુરોપના કોપનહેગનમાં સ્થિત WHOની યુરોપ ઓફિસે ચેતવણી આપી છે કે, ઠંડી પછી આવતી વસંત સુધી અહીં સાત લાખ અન્ય મોત થઇ શકે છે. WHOએ આ અનુમાન યુરોપના 53 દેશોને ધ્યાનમાં રાખીને લગાવ્યું છે. WHOની યુરોપ ઓફિસે જણાવ્યું છે કે, હવે લોકો વૈશ્વિક કોરોના મહામારીને લઇને બેદરકાર બની રહ્યા છે. આ મામલે નબળું સ્વાસ્થ ધરાવતાં લોકોને બૂસ્ટર ડોઝ આપવાની જરુરિયાત ઉભી થઇ છે. આ સિવાય 60 વર્ષથી ઉપરના લોકોને પણ બૂસ્ટર ડોઝ આપવાની જરુર છે.
WHO Europeના Regional Directorએ કહ્યું કે, યુરોપ અને મધ્ય એશિયામાં વર્તમાન સમયમાં કોરોના સંક્રમણની સ્થિતિ ગંભીર રુપ લઇ ચૂકી છે અને ઠંડીની સિઝનમાં કોરોના મહામારીનો સમાનો કરવો પડશે. વિશ્વ સ્વાસ્થ સંગઠન યુરોપનું પણ કહેવુ છે કે લોકોને કોરોના વેક્સીનનો ડોઝ લાગવો જોઇએ અને કોરોના નિયમોનું પાલન થવુ જોઇએ. યુરોપમાં ગત અઠવાડિયામાં દરેક દિવસે 4200 મોત થયા છે. જ્યારે આખા યુરોપમાં કોરોના મહામારીને લીધે અત્યાર સુધી 15 લાખ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. એક રિપોર્ટ મુજબ, યુરોપમાં કોરોના મહામારીના વધી રહેલા કેસ પાછળ મુખ્ય ત્રણ કારણો છે. અહીં ડેલ્ટા વેરિયંટને લીધે સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાઇ રહ્યું છે. લોકો માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટેન્સિંગ જેવા કોરોના નિયમોની અવગણના કરી રહ્યા છે. જ્યારે ત્રીજુ કારણ એ છે કે હજુ પણ લોકોનું વેક્સીનેશન થયું નથી.
[ad_2]
Source link






Leave a Reply