લગ્નના દિવસે લક્ષ્મીબેનની કલમ બોલી – શિક્ષણ પહેલાં બધું છે!

લક્ષ્મીબેનનો અનોખો નિર્ણય: લગ્નના દિવસે પણ “શિક્ષણ પ્રથમ”

દેવગઢ બારીયાની વાય.એસ. આર્ટ્સ અને કે.એસ. શાહ કોમર્સ કોલેજની વિદ્યાર્થીની લક્ષ્મીબેન જયંતીભાઈએ શિક્ષણ પ્રત્યે પોતાની અડગ પ્રતિબદ્ધતાનું અનોખું ઉદાહરણ પુરું પાડ્યું છે. 19 એપ્રિલના રોજ જ્યારે તેમના જીવનનો ખાસ દિવસ – લગ્નનો દિવસ હતો – ત્યારે લક્ષ્મીબેને પહેલા પોતાનું એક મહત્વનું બી.એ. સેમેસ્ટર-2નું પેપર આપવા પ્રાથમિકતા આપી.

શિક્ષણ પહેલા, પછી બધું:
દહીકોટ ગામની લક્ષ્મીબેને “શિક્ષણ પ્રથમ”ના સિદ્ધાંતને જીવંત કરી બતાવ્યું છે. સમાજમાં આજે પણ જ્યાં લગ્ન, પરંપરા અને રિવાજો મુખ્ય બની જાય છે, ત્યાં લક્ષ્મીબેનનું આ પગલું નariશક્તિ અને શિક્ષણને સમર્પિત વિચારે ભરેલું છે.

આદર્શ બની લક્ષ્મીબેન:
કોલેજના આચાર્યએ જણાવ્યું કે, “લક્ષ્મીબેનનો નિર્ણય માત્ર વ્યક્તિગત પ્રતિબદ્ધતા નહીં પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે. તેમનું આ પગલું અન્ય વિદ્યાર્થીઓ અને ખાસ કરીને આદિવાસી યુવતીઓને માર્ગદર્શન આપશે કે સંજોગો કેવા પણ હોય, શિક્ષણથી વહેંચાઈ નહીં જવું જોઈએ.”

કોલેજનો ગર્વ, સમાજનો દીવો:
લક્ષ્મીબેનના આ નમ્ર અને મજબૂત નિર્ણયને પગલે સમગ્ર કોલેજ સ્ટાફે તેમને અભિનંદન પાઠવ્યા છે અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી છે. આ ઘટનાને અનેક સોશિયલ મિડીયા પેજ પર પણ શેર કરવામાં આવી રહી છે, જ્યાં લોકો એવા સંદેશ આપી રહ્યા છે કે “લક્ષ્મીબેન જેવી દીકરીઓ સમાજનું ગૌરવ છે.”

સામાજિક બદલાવનો સંકેત:
લક્ષ્મીબેનનું આ પગલું એ સાબિત કરે છે કે શિક્ષણ એ જીવનની સૌથી મહત્વપૂર્ણ ચાવી છે, જે માત્ર વ્યક્તિગત વિકાસ નહીં પણ સમગ્ર સમુદાયના કલ્યાણનો માર્ગ બની શકે છે. તેમના જેવા પ્રયાસો સમાજમાં જાગૃતિ ફેલાવે છે અને રૂઢિઓ સામે લડવાની શક્તિ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *