Gujarat Weather: આગામી થોડા દિવસો રાજ્યમાં હવામાન બદલાઈ શકે છે.

Gujarat Weather: ગુજરાતમાં છૂટાછવાયા વરસાદ પડી રહ્યો છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટીની અસરને કારણે રાજ્યમાં હળવો વરસાદ પડી રહ્યો છે. દરમિયાન, હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે કે આગામી થોડા દિવસો રાજ્યમાં હવામાન બદલાઈ શકે છે. તેથી, આજે રાજ્યના ઘણા જિલ્લાઓમાં પણ વરસાદ પડી શકે છે, જેમાં વલસાડ, નવસારી, ડાંગ અને સુરતનો સમાવેશ થાય છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. 

15 જૂનની આસપાસ અરબી સમુદ્રની અંદર એક સિસ્ટમ બની શકે છે. જેના કારણે દક્ષિણપશ્ચિમ ચોમાસું ફરીથી સક્રિય થશે. જોકે, આ સિસ્ટમને કારણે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદે આવેલા ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી સ્થિતિ સર્જાઈ શકે છે.

ગુજરાતમાં ચોમાસાના આગમન અંગે હવામાન નિષ્ણાતોએ જણાવ્યું હતું કે જૂનના છેલ્લા અઠવાડિયામાં એટલે કે 22 થી 28 જૂન દરમિયાન ગુજરાતમાં વરસાદની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. જ્યારે કચ્છમાં પણ વરસાદ પડી શકે છે.

કેરળથી મહારાષ્ટ્ર સુધીના ભારતના કેટલાક ભાગોમાં દક્ષિણપશ્ચિમ ચોમાસાનું અકાળ આગમન થવાને કારણે ગુજરાતમાં ચોમાસું વહેલું દસ્તક આપશે. જોકે, રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે. આવી સ્થિતિમાં, જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે આગામી દિવસોમાં અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થઈ શકે છે.

આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે.

6 જૂન, 2025 ના રોજ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

અરવલ્લી, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં 7 અને 8 જૂન 2025ના રોજ છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *