[ad_1]
હાઈલાઈટ્સ:
- માવઠું થયા બાદ વાદળો વિખેરાતા બે દિવસમાં ઠંડીનો ચમકારો શરૂ થયો
- ગિરનાર પર્વત પર તોફાની પવન ફૂંકાતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા
- રોપ-વે સર્વિસ બંધ કરાતા અનેક યાત્રાળુઓ નિરાશ થઈને પરત ફર્યા હતા
પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો
મીડિયા રિપોર્ટ અનુસાર સુસવાટા મારતા પવનમાં ઉભા રહેતા પ્રવાસીઓએ લાકડીનો સહારો લેવો પડ્યો હતો. ભારે પવનના લીધે ગિરનાર રોપ-વે પણ બંધ રાખવાની ફરજ પડી હતી. જ્યારે સીડી મારફતે ગીરનાર ચડવા ગયેલા પ્રવાસીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારે પવનના લીધે ગીરનાર પર્વત પર અંબાજી મંદિરથી લઇ દત્તાત્રેય શિખર સુધીના સીડી માર્ગ પર લોકોનો ટ્રાફિક જોવા મળ્યો હતો.
રોપ-વે સેવા બંધ કરવાની ફરજ પડી હતી
પ્રાપ્ત અહેવાલો અનુસાર છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ઠંડીનો પારો ગગડતો જોવા મળ્યો હતો. જેમાં ગઈકાલથી સોરઠના અમુક વિસ્તારમાં ઠંડા પવન ફુંકાઇ રહ્યા હતા. દરમિયાન વહેલી સવારથી જ જૂનાગઢ સાંનિઘ્યે ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાઇ રહ્યો હતો. જેના લીધે આજે સવારથી ગિરનાર પર્વત પર કાર્યરત રોપ-વે સેવા બંધ રાખવાની સંચાલનકર્તા કંપનીને ફરજ પડી હતી.
રોપ-વેના એક અધિકારીના જણાવ્યા અનુસારસવારે રોપ-વે ચાલુ કરતા પહેલા ટેકનિકલ ટીમ દ્વારા ગિરનાર પર્વત પર હવામાનની ગતિ ચકાસતા 50થી 80 કિમી વચ્ચેની ગતિએ ભારે પવન ફુંકાઇ રહ્યાનું નોંધાતા રોપ-વે સેવા બંધ કરી હતી. જેથી રોપ-વેમાં અગાઉથી બુકિંગ કરાવનારા પ્રવાસીઓને ટેલિફોનીક જાણ કરાઈ હતી. જ્યારે સીડી મારફતે પગપાળા ગીરનાર પર્વત ચડવા ગયેલા સેંકડો પ્રવાસીઓને હાથમાં લાકડીના સહારે પર્વતની સીડી ચડી-ઉતરતા જોવા મળ્યા હતા.
[ad_2]
Source link













