[ad_1]
હાઈલાઈટ્સ:
- યોગી આદિત્યનાથે આ ફોટોગ્રાફ્સની સાથે એક કવિતા પણ પોસ્ટ કરી છે.
- ઉત્તરપ્રદેશમાં આગામી મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણીનું આયોજન થવાનું છે.
- PM મોદીએ ત્રણેય કૃષિ કાયદાને પાછા ખેંચવાની જાહેરાત કર્યા બાદ હવે પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં રાજકીય સમીકરણ બદલાઈ શકે છે.
પીએમ મોદી સાથેનો ફોટો શેર કરતા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખ્યું કે અમે નીકળી પડ્યા છીએ પ્રણ કરીને, પોતાનું તન-મન અર્પણ કરીને, જીદ છે એક સૂર્ય ઉગાડવાનો છે, આકાશથી ઊંચે જવાનું છે, એક નવું ભારત બનાવાનું છે. આ ફોટોગ્રાફને બલિયા સાંસદ અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી કિસાન મોર્ચા વિરેન્દ્ર સિંહ મસ્તે શેર કરતા લખ્યું કે બીજેપી જ જીતશે, આવશે તો ફરી યોગી જી. આ ફોટો શેર કરતા સૂચના સલાહકાર શલભમણિ ત્રિપાઠીએ લખ્યું કે તુ ક્યારેય નહીં થાકે, તુ ક્યારેય નહીં રોકાય, તુ ક્યારેય નહીં વળે, શપથ લે, શપથ લે, અગ્નિપથ, અગ્નિપથ, અગ્નિપથ.
PM મોદીએ ત્રણેય કૃષિ કાયદાને પાછા ખેંચવાની જાહેરાત કર્યા બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે તેની અસર પશ્ચિમ ઉત્તરપ્રદેશના રાજકારણ પર પડશે. જાણકારોનું કહેવું છે કે પશ્ચિમ ઉત્તરપ્રદેશનું રાજકારણ હવે બદલાશે. બીજેપીની નજર હવે પશ્ચિમ ઉત્તરપ્રદેશની 136 વિધાનસભા સીટો પર છે. જેમાં બીજેપીની પાસે 2017થી 109 સીટો છે પણ ખેડૂત આંદોલન પછી દરેક સીટ પર નારાજગીનો ‘ફીડબેક’ બીજેપી હાઈકમાન્ડને મળી રહ્યો હતો. કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનથી 2014, 2017 અને પછી 2019માં પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં બીજેપીની વધી રહેલી સીટો સામે મુશ્કેલીઓ સર્જાઈ હતી. આ દરમિયાન સમાજવાદી પાર્ટીએ જયંત ચૌધરીની પાર્ટી આરએલડી સાથે ગઠબંધન કરીને આ માહોલનો ફાયદો ઉઠાવવાની રણનીતિ બનાવી હતી.
પણ, PM મોદીએ ત્રણેય કૃષિ કાયદાને પાછા ખેંચવાની જાહેરાત કર્યા બાદ હવે પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં રાજકીય સમીકરણ બદલાઈ શકે છે. ચીની કટોરો અને જાટલેન્ડ નામથી પ્રખ્યાત પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં કૃષિ કાયદો પરત ખેંચ્યાના તીરથી વિપક્ષના રાજકારણીઓ પણ ચોંકી ગયા છે. વાત જાણે એમ છે કે, બીજેપી માટે પશ્ચિમ ઉત્તરપ્રદેશ રાજકીયરીતે ઉપજાઉ સાબિત થઈ રહ્યું છે. મોદી યુગ શરૂ થયા પછી 2014 લોકસભા, 2017 વિધાનસભા અને 2019 લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં કમળને મોટી જીત મળી.
[ad_2]
Source link














Leave a Reply