[ad_1]
પ્રાપ્ત અહેવાલો અનુસાર અરવલ્લીના અણિયોર ગામમાં ગીતા કિસાન સેવા કેન્દ્ર પેટ્રોલ પંપની પાછળની ઓરડીમાં 31મી ડિસેમ્બરે દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમી પોલીસને મળી હતી. એ મામલે પોલીસ ત્યાં તપાસ કરવા પહોંચી હતી. અહીં પેટ્રોલ પંપની પાછળ ઓરડીમાં તપાસ કરતાં માલપુર અને બાયડના જ નાયબ મામલતદાર જૈમિન પટેલ અને નિલેશ પટેલ દારૂ પીતા ઝડપાયા હતા. જેથી પોલીસે બંને આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વડોદરામાં કોર્પોરેટરનો પુત્ર પીધેલી હાલતમાં પકડાયો
થર્ટીફર્સ્ટની રાતે વડોદરા શહેરમાં પોલીસ દ્વારા બ્રેથ એનેલાઈઝરથી દારૂ પીધેલાઓનું ચેકિંગ કરવાની ઝુંબેશ હાથ ધરાવમાં આવી હતી. આ દરમિયાન મોડીરાતે વોર્ડ નંબર 14નાં ભાજપના મહિલા કોર્પોરેટર જેલમબેન ચોકસીનો પુત્ર કૃણાલ નશો કરેલી હાલતમાં ઝડપાયો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા તેને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. આ અંગે મહિલા કોર્પોરેટરને જાણ થતાં તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પીધેલા દીકરાને છોડાવવા માટે આખું પોલીસ સ્ટેશન માથે લીધું હતું.
[ad_2]
Source link













