[ad_1]
હાઈલાઈટ્સ:
- વિતેલા બે વર્ષમાં ખેતી ક્ષેત્રે કામ કરતા 842 મજૂરોએ અકસ્માતોમાં જીવ ગુમાવ્યો
- કન્સ્ટ્રક્શન ક્ષેત્રે કાર્યરત 286 મજૂરોએ અકસ્માતોમાં જીવ ગુમાવ્યો
- આણંદ જીલ્લામાં 2.18 લાખથી મજૂરો ખેતી ક્ષેત્રે અને અમદાવાદ જીલ્લામાં 1 લાખથી વધુ મજૂરો કન્સ્ટ્રક્શન ક્ષેત્રે નોંધાયેલા છે
આ અંગેની માહિતી આપતાં રાજ્યના મજૂર અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે જણાવ્યું કે રાજ્યભરમાં કુલ 35.30 લાખ નોંધાયેલા મજૂરો છે. જે પૈકી 28.65 લાખ મજૂરો ખેતી ક્ષેત્રે અને 6.65 લાખ મજૂરો કન્સ્ટ્રક્શન ક્ષેત્રે સંકળાયેલા છે. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે વિતેલા બે વર્ષ દરમિયાન ખેતી અને કન્સ્ટ્રક્શન ક્ષેત્ર સાથે જોડાયેલા કુલ 1128 મજૂરોએ અકસ્માતોમાં જીવ ગુમાવ્યો હતો. જેમાંથી 842 મજૂરો ખેતી સાથે અને 286 મજૂરો કન્સ્ટ્રક્શન ક્ષેત્રના હતા. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ખેતી ક્ષેત્ર કાર્યરત 98 મજૂરોના મોત ભાવનગરમાં થયા હતા જ્યારે કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા 37 મજૂરોના મોત અમદાવાદ જીલ્લામાં અકસ્માતોમાં થયા હતા.
વિધાનસભામાં દર્શાવેલા સરકારી આંકડા મુજબ આંણદ જીલ્લામાં ખેતી ક્ષેત્રે નોંધાયેલા મજૂરોની સંખ્યા 2.18 લાખથી વધુ છે જ્યારે અમદાવાદ જીલ્લામાં 1 લાખથી વધુ મજૂરો કન્સ્ટ્રક્શન ક્ષેત્રે નોંધાયેલા છે.
પ્રશ્નકાળ દરમિયાન મજૂરીમાં સરકારની નીતિને લઇને પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતાં મજૂર અને રોજગાર મંત્રીએ જણાવ્યું હતું કે, પાંચ વર્ષના સમયગાળા બાદ રાજ્ય સરકારે જાન્યુઆરીમાં ખેતી ક્ષેત્રે દૈનિક મજૂરીમાં વધારો કરતાં 324 રુપિયા કરી હતી જેમાં 56.20 રુપિયા ભથ્થાના સામેલ કરાયા હતા. સરકારે પહેલી વાર ખેતી ક્ષેત્રે સ્પેશિયલ એલાઉન્સની જાહેરાત કરી હતી. આ પહેલા ખેતી ક્ષેત્રે દૈનિક મજૂરી 178 રુપિયા હતી.
[ad_2]
Source link






Leave a Reply