earthquake: કચ્છમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા સ્થાનીકોમાં ફફડાટ – 4.2 magnitude earthquake shakes kutch

[ad_1]

હાઈલાઈટ્સ:

  • આજે બપોરે 3.45 વાગ્યાની આસપાસ કચ્છમાં ભૂંકપનો આંચકો આવ્યો હતો
  • જેનું કેન્દ્રબિન્દું વામકાથી 11 કિમી દૂર નોંધાયું છે.
  • કચ્છમાં ફરી ધરા ધ્રૂજતા કચ્છવાસીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે

અમદાવાદઃ જ્યારે પણ ભૂંકપના સમાચાર આવે છે ત્યારે સૌથી પહેલા 2001માં આવેલો ભૂકંપ જ સામે આવી છે. આ ભૂકંપનું એપી સેન્ટર કચ્છ હતુ. ત્યારથી આ વિસ્તારમાં અવાર નવાર ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. આજે બપોરે 3.45 વાગ્યાની આસપાસ કચ્છમાં ભૂંકપનો આંચકો આવ્યો હતો જેનું કેન્દ્રબિન્દું વામકાથી 11 કિમી દૂર નોંધાયું છે.

ચીની વૈજ્ઞાનિકોનો હવે ઉંદરો પર અત્યાચાર, નરમાં ગર્ભાશય જોડીને બચ્ચા પેદા કરવા કરી રહ્યા છે મજબૂર
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 હોવાનું જણાયું હતું જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંન્દુ વામકાથી 11 કિ.મી દૂર નોંધાયું છે. મહત્વનું છે કે સવારે પણ દેશના કેટલાક ભાગોમાં ભૂકંપની આંચકા નોંધાયા હતા. કચ્છમાં ફરી ધરા ધ્રૂજતા કચ્છવાસીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ભૂકંપ અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

ગુજરાતમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 300થી ઓછા નવા કેસ, વધુ 5ના મોત
ભૂકંપ ઝોન 5માં આવતો કચ્છ વિસ્તાર ધરતીકંપના અનેક નાના મોટા આંચકાઓથી સમયાંતરે કંપી રહ્યો છે. જેમાં 2001ના મહા ભૂકંપ બાદ શરૂ થયેલા આફ્ટરશોકનો આંકડો હજારોની સંખ્યાને પાર પહોંચી જવા પામ્યો છે. ત્યારે આજે વધુ એક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

ગૂગલ મેપ્સમાં કોચી નજીક અરબ સાગરમાં દેખાયું કંઈક રહસ્યમય, શરૂ થઈ તપાસ
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના કહેવા અનુસાર પશ્ચિમ ખાસી હિલ્સ એટલે કે મેઘાલયમાં ભૂકંપનો આંચકો વહેલી સવારે 4.20 મિનિટે આવ્યો અને અહીં સૌથી ઓછી એટલે કે 2.6ની તીવ્રતા નોંધાઈ હતી. આ સિવાય સોનિતપુર એટલે કે આસામમાં સવારે 2.40 મિનિટે ભૂકંપ આવ્યો હતો અને તેની તીવ્રતા 4.1ની રહી હતી. ચંદેલ એટલે કે મણિપુરમાં 1.06 ના સમયે 3.0ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *