corona vaccine certificate compulsory: હવે મોલ, થિયેટર અને જીમમાં પણ કોરોના વેક્સીનનું સર્ટિફિકેટ ફરજિયાત – corona vaccine certificate now mandatory in malls, multiplexes and gymnasiums in surat

[ad_1]

હાઈલાઈટ્સ:

  • તાજેતરમાં કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે તેમને પ્રવેશની મંજૂરી આપવામાં આવશે
  • સુરતમાં દોઢ મહિના બાદ રસીકરણ કેન્દ્રો પર કતારો જોવા મળી, 7000ને રસીનો પહેલો ડોઝ
  • વાણિજ્યિક સંસ્થાઓએ એન્ટ્રી પોઈન્ટ પર નિયમોની જાણકારી આપતા પોસ્ટર લગાવ્યા છે

સુરત: બુધવાર એટલે કે આજથી જો તમે મોલ્સ, મલ્ટિપ્લેક્સ અને જિમ્નેશિયમની મુલાકાત લેવા માંગતા હોવ તો તમારું કોરોના વેક્સિનેશનનું સર્ટિફિકેટ સાથે રાખજો, નહીંતર તમને ત્યાં એન્ટ્રી નહી મળે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, જેમનો બીજો ડોઝ બાકી છે તેમની પણ પૂછપરછ કરવામાં આવશે અને જો તેઓ સંતોષકારક જવાબો નહીં આપે તો તેમની એન્ટ્રીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

જો કે, જેમણે તાજેતરમાં પ્રથમ ડોઝ લીધો છે અને બીજા ડોઝ માટેની તેમની સમય મર્યાદા હજુ પૂર્ણ થવાની બાકી છે તેમને મંજૂરી આપવામાં આવશે, એમ આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું.

લાંબા સમય પછી રસીકરણ કેન્દ્રો પર લાઈનો લાગી
લગભગ દોઢ મહિના પછી મંગળવારે શહેરના રસીકરણ કેન્દ્રો પર કતારો જોવા મળી હતી. સોમવારથી એસએમસીએ તેમની કચેરીઓમાં રસી વિનાના વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. મંગળવારે 7,000થી વધુ લોકોએ તેમનો પ્રથમ ડોઝ લીધો. અમે આશા રાખીએ છીએ કે બીજા ડોઝ માટે આવતા લોકોની સંખ્યામાં પણ વધારો થશે તેવું આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું.

સર્ટિફિકેટની ચકાસણી માટે અપાઈ તાલિમ
એક આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, ‘અમે મોલ્સ, મલ્ટિપ્લેક્સ અને જિમ્નેશિયમમાં સત્તાવાળાઓને રસીકરણ પ્રમાણપત્રો તપાસવા સૂચના આપી છે. જેમણે સંપૂર્ણ રસી લીધી છે અથવા તાજેતરમાં પ્રથમ ડોઝ લીધો છે તેમને પ્રવેશની મંજૂરી આપવામાં આવશે.’

એન્ટ્રી પોઈન્ટ પર લાગ્યા પોસ્ટર
રસીના પ્રમાણપત્રની તપાસ કેવી રીતે શરૂ કરવી તે સમજાવવામાં માટે આરોગ્ય વિભાગની ટીમો મોલ, મલ્ટિપ્લેક્સ અને જિમ્નેશિયમના સંચાલકો સાથે બેઠકો કરી રહી છે. એક મલ્ટિપ્લેક્સના મેનેજરે કહ્યું કે, ‘અમે એપ પર QR કોડ સ્કેન કરીશું અને પછી વ્યક્તિને મંજૂરી આપીશું. અમે અમારા સ્ટાફને તાલીમ આપવાનું શરૂ કર્યું છે.’ વાણિજ્યિક સંસ્થાઓએ એન્ટ્રી પોઈન્ટ પર નિયમોની જાણકારી આપતા પોસ્ટર લગાવવાનું શરૂ કરી દીધું છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *