[ad_1]

વડોદરા, તા. 21 નવેમ્બર 2021 રવિવાર
વડોદરા શહેર જિલ્લામાં હાલમાં મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. નવા મતદારોને નોંધવા અને મતદાર જાગૃતિ સંદર્ભે 143 – અકોટા વિધાનસભા મત વિભાગના મતદાર નોંધણી અધિકારી શૈલેષ ગોકલાણી તથા જિલ્લાના સ્વીપ નોડલ સુધીર જોશીએ આજે ફતેગંજ એનસીસી મથક ખાતે એનસીસી કેડેટની નવી બેચ સમક્ષ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં નવા મતદાર તરીકેનો દાવો નોંધાવવાની સમગ્ર પ્રક્રિયાની માહિતી આપવા સાથે ઓનલાઇન રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું,વોટર હેલ્પલાઇન અને એનવીએસપી વગેરે પોર્ટલ બાબતે માહિતી આપવામાં આવી હતી.

NCC કેડેટ્સને પોતાનું થતા આપની આજુબાજુ આપના કુટુંબમાં જે કોઈની ઉમર તા.01.01.2022. ના રોજ 18 વર્ષ પૂર્ણ થતી હોય અથવા તા. 01.01.2004 પહેલા જન્મ થયેલો હોય તેવા નહીં નોંધાયેલને નવા વોટર રજીસ્ટ્રેશન માટે ખાસ ઝુંબેશ માટે સમજ આપવામાં આવી હતી.
આ પ્રસંગે એનસીસીના વિંગ કમાન્ડર પવાર તથા તેઓના સ્ટાફે હાજર રહીને તમામ કેડેટ્સને માર્ગદર્શન આપવામાં આવ્યું. NCC કેડેટ્સે મતદાર જાગૃતિ અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. મતદાર યાદીમાં નામ નોંધાવવા અને મુક્ત અને ન્યાયી ચૂંટણી બાબતે સમજ આપવામાં આવી હતી.
[ad_2]
Source link













Leave a Reply