Shivangi joshi: ‘યે રિશ્તા…’ છોડ્યા બાદ હવે જાણીતા શોમાં એન્ટ્રી કરશે શિવાંગી જોશી, જલદી શરૂ કરશે શૂટિંગ – yeh rishta kya kehlata hai actress shivangi joshi to enter balika vadhu 2 as grown up anandi

[ad_1]

હાઈલાઈટ્સ:

  • શિવાંગી જોશી સાથે બાલિકા વધૂ 2માં જોડી જમાવશે એક્ટર રણદીપ રાય.
  • ટૂંક સમયમાં જ રણદીપ અને શિવાંગી શોની બાકીની કાસ્ટ સાથે મોક શૂટ કરશે.
  • ‘યે ઉન દિનોં કી બાત હૈ’ શો દ્વારા રણદીપને ખૂબ પોપ્યુલારિટી મળી હતી.

પોપ્યુલર ટીવી શો ‘બાલિકા વધૂ’ની બીજી સીઝન આ વર્ષે ઓગસ્ટ મહિનામાં શરૂ થઈ હતી. હવે ટૂંક સમયમાં જ શોમાં લીપ આવવાનો છે. અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવીને મળેલી એક્સક્લુઝિવ માહિતી પ્રમાણે, ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ એક્ટ્રેસ શિવાંગી જોશી ‘બાલિકા વધૂ 2’માં મોટી આનંદીનો રોલ કરશે. હાલ ચાઈલ્ડ આર્ટિસ્ટ શ્રેયા પટેલ અને વંશ સંયાણી શોમાં લીડ રોલમાં જોવા મળી રહ્યા છે.

મૂવી રિવ્યૂ- બંટી ઔર બબલી 2

સૂત્રોએ ઈટાઈમ્સ ટીવીને જણાવ્યું કે, “મોટી આનંદી માટે વિવિધ એક્ટ્રેસિસના નામ પર વિચાર-વિમર્શ કર્યા પછી શોના મેકર્સે શિવાંગીને રોલ ઓફર કરવાનો નિર્ણય લીધો હતો. શોની આ બીજી સીઝન છે અને પર્ફેક્ટ કાસ્ટ માટે અમે કોઈ કચાશ રાખવા માગતા નથી. શિવાંગી સારી પર્ફોર્મર છે અને રોલ માટે પર્ફેક્ટ પણ છે. શોની કાસ્ટમાં તેના જોડાવા અને જલદી જ તેની સાથે શૂટિંગ શરૂ કરવાનો ઉત્સાહ છે. ટાઈમ લીપ નવેમ્બરના અંતમાં અથવા ડિસેમ્બરની શરૂઆતનીમાં આવી શકે છે.” શિવાંગીનો આ મુદ્દે વાત કરવા સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો પણ થઈ નહોતો શક્યો.

આનંદીના રોલમાં શિવાંગી જોવા મળશે ત્યારે તેની ઓપોઝિટ લીડ એક્ટરની પસંદગી પણ કરી દેવાઈ છે. મોટા થયેલા જિગર અંજારિયાનો રોલ ભજવવા માટે શોના મેકર્સે રણદીપ રાયની પસંદગી કરી છે. હાલ આ પાત્ર ચાઈલ્ડ એક્ટર વંશ સંયાણી ભજવી રહ્યો છે.

રણદીપ આ મુદ્દે ટિપ્પણી કરવા ઉપલબ્ધ નહોતો પરંતુ આ શો સાથે જોડાયેલા સૂત્રોએ ઈટાઈમ્સ ટીવીને જણાવ્યું, “હા, રણદીપ મોટા જિગરનો રોલ કરશે અને નવી આનંદી (શિવાંગી જોશી) સામે લીડ રોલ કરશે. રણદીપ ટેલેન્ટેડ એક્ટર છે અને અમારી સાથે તે જોડાયો તેનો આનંદ છે. શોની પહેલી સીઝનની જેમ ‘બાલિકા વધૂ 2’માં પણ લીપ આવ્યા બાદ નવી સફરની શરૂઆત થશે. થોડા જ દિવસમાં શોની કાસ્ટ મોક શૂટ શરૂ કરશે.”

ઉલ્લેખનીય છે કે, રણદીપે ‘ઓ ગુજરિયા: બદલે ચલ દુનિયા’, ‘દીયા ઔર બાતી હમ’ જેવી સીરિયલોમાં કામ કર્યું છે. તેણે ‘યે ઉન દિનોં કી બાત હૈ’ શોમાં લીડ રોલ કર્યો હતો. શોમાં આશિ સિંહ સાથેની તેની કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ પસંદ આવી હતી. જોકે, આ શો 2019માં બંધ થયો હતો. હવે રણદીપ ‘બાલિકા વધૂ 2’થી ટીવી પર કમબેક કરી રહ્યો છે.

ખૂબ જ સુંદર છે એક્ટ્રેસ ક્રિસ્ટલ ડિસૂઝાનું નવું ઘર, મિત્રો સાથેની પાર્ટીમાં જોવા મળી ઝલક

બીજી તરફ, શિવાંગી જોશી ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં નાયરાનું પાત્ર ભજવીને ખૂબ પોપ્યુલર થઈ હતી. 2016માં અક્ષરા (હિના ખાન) અને નૈતિક (કરણ મહેરા)ની દીકરી નાયરા તરીકે શિવાંગીની શોમાં એન્ટ્રી થઈ હતી. સાડા પાંચ વર્ષ સુધી આ સીરિયલમાં શિવાંગીએ કામ કર્યું હતું અને મોહસિન સાથે તેની જોડી વખણાઈ હતી. હાલ મોહસિન અને શિવાંગી બંનેએ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ શો છોડી દીધો છે અને લીપ સાથે વાર્તા આગળ વધી છે. આ સીરિયલ ઉપરાંત શિવાંગીએ ‘પરવરિશ’, ‘ખેલતી હૈ જિંદગી આંખ મિચોલી’, ‘બેગુસરાઈ’ જેવી સીરિયલોમાં કામ કર્યું છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *