rakesh tikait: ‘સરકાર દિમાગ ઠીક કરી લે, નહીંતર 26 જાન્યુઆરી દૂર નથી’, MSP પર રાકેશ ટિકૈતે આપી ધમકી – rakesh tikait warns government to make law on msp, otherwise 26 jan is not far

[ad_1]

હાઈલાઈટ્સ:

  • રાકેશ ટિકૈતે MSP પર કાયદો બનાવવા મોદી સરકારને આપી ધમકી
  • સરકાર દિમાગ ઠીક કરી લે, નહીંતર 26 જાન્યુઆરી દૂર નથી- ટિકૈત
  • અમારા ખેડૂતો દિલ્હીમાં જ છે, અને 4 લાખ ટ્રેક્ટરો પણ- ટિકૈત

મોદી સરકારે કૃષિ કાયદા રદ કરી દીધા બાદ હવે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે MSPને લઈને આક્રમક વલણ અપનાવ્યું છે. ભારતીય ખેડૂત યુનિયનના પ્રવક્તા અને ખેડૂત નેતા રાકેશ ટિકૈતે એમએસપીને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં ટેકાના ભાવે ખરીદી પર કાયદો બનાવવાની વાત કરી છે. ટિકૈતે કહ્યું કે, સરકારને એમએસપી પર કાયદો બનાવવાને લઈને પોતાનું દિમાગ ઠીક કરવું જોઈએ. એટલું જ નહીં, સાથે રાકેશ ટિકૈતે ધમકી આપતાં કહ્યું કે, 26 જાન્યુઆરી દૂર નથી. રાકેશ ટિકૈતે 26 જાન્યુઆરી 2020ની ઘટનાના પુનરાવર્તનની ધમકી આપી હતી.

ગત 26મી જાન્યુઆરીએ દિલ્હીમાં લાલ કિલ્લા પર ભારે હિંસા થઈ હતી, તેનું ઉદાહરણ આપતાં રાકેશ ટિકૈતે કેન્દ્ર સરકારને 26મી જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી કાઢવાની ચેતવણી આપી હતી. આ ઉપરાંત રાકેશ ટિકૈતે આંદોલન ચાલુ રાખવાની પણ ધમકી આપી હતી. મુંબઈ પહોંચેલાં રાકેશ ટિકૈતે કહ્યું કે, સરકાર પોતાનું દિમાગ ઠીક કરી લે, નહીંતર 26 જાન્યુઆરી દૂર નથી. અમે પણ ત્યાં જ બેસેલા છીએ. અમારા 4 લાખ ટ્રેક્ટર તૈયાર છે. પત્રકારો સાથેની વાચતચીતમાં રાકેશ ટિકૈતે કહ્યું કે, ભારત સરકાર પોતાનું દિમાગ ઠીક કરી લે જે ગુંડાગર્દી કરવા માગે છે, તે ગુંડાગર્દી ચાલશે નહીં.
30% સ્ત્રીઓએ પતિ દ્વારા ‘મારઝૂડ’ને યોગ્ય ગણે છે, કારણ પણ જણાવ્યા
આ ઉપરાંત રાકેશ ટિકૈતે કહ્યું કે, ખેડૂતોએ એક વર્ષ સુધી ઘણું બધું સહન કર્યું છે. કેન્દ્ર સરકાર પોતાનું દિમાગ ઠીક કરીને એમએસપી પર ગેરંટી કાયદો બનાવી દે, નહીંતર 26 જાન્યુઆરી દૂર નથી. 26 જાન્યુઆરી પણ અહીં જ છે. દેશના 4 લાખ ટ્રેક્ટર પણ અહીં જ છે. દેશના ખેડૂત પણ અહીં જ છે. પોતાનું દિમાગ ઠીક કરીને વાત કરી લો. સંસદના શિયાળુ સત્ર પહેલાં રાકેશ ટિકૈતે સરકાર વિરુદ્ધ નિવેદન આપીને ખેડૂતોના મુદ્દાને ગરમાવો આપી દીધો છે.

રાકેશ ટિકૈતે આ અગાઉ ખેડૂત મજૂર મહાપંચાયતમાં મોદી સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, સરકાર છેતરી રહી છે. તેનાથી સાવચેત રહેવાની જરૂર છે. હજુ સરકાર વાત કરવાની લાઈનમાં આવી નથી. આ સરકાર ષડયંત્રકારી, અપ્રામાણિક અને છેતરનાર છે. ખેડૂતો અને મજૂરોને નીચ દેખાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. થોડા દિવસો પહેલાં પીએમ મોદીએ 3 વિવાદીત કૃષિ કાયદાઓને રદ કરવા અને એમએસપી પર વિચાર કરવા માટે કમિટીનું ગઠન કરવાનો વાયદો કર્યો હતો. જે બાદથી જ ખેડૂત નેતાઓ સતત સરકાર પર પ્રહાર કરતાં આવ્યા છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *