[ad_1]
આ ઘટના બાદ કાર આગળ જઈને ડિવાઇડર સાથે અથડાઈ અને ત્યારબાદ અટકી ગઈ હતી. જેથી કારમાં થોડું નુકસાન થયું છે, પરંતુ સવાર પેસેન્જરના સદ્દનસીબે જીવ બચી ગયા હતા. અકસ્માતનો દિલધડક લાઇવ વિડીયો સમગ્ર રાજ્યમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના હિલ સ્ટેશન એવા સાપુતારાના અનેક રસ્તાઓ જોખમી છે. જેમાં ટેબલ પોઈન્ટ પરનો ઘાટ વધારો જોખમી કહેવાય છે. જેથી વાહનચાલકોએ આ રસ્તા પર ખાસ તકેદારી રાખવી જોઈએ.
મહીસાગરમાં રાજસ્થાનના પરિવારનો અકસ્માત
રાજ્યમાં અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મહીસાગર જિલ્લામાં મૂળ રાજસ્થાનના બાસવાડાના પરિવારને અકસ્માત નડ્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ કાર અકસ્માતમાં પરિવારના 11 સભ્યોને ઈજાઓ થઈ હતી. ઘટના અંગે પ્રાપ્ત માહિતી મુજબ રાજસ્થાનના બાસવાડાનો પરિવાર વીરપુર ખાતે દર્શન કરવા આવ્યો હતો. જો કે, બાદમાં પરત ફરી રહેલા પરિવારનો મહિસાગર જિલ્લાના ખાનપુર-લીમડિયા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
[ad_2]
Source link






Leave a Reply