યુવક કોંગ્રેસની ચૂંટણીનું પરિણામ જાહેર, ભરૂચ જિલ્લા પ્રમુખ તરીકે શકીલ અકુજી ચૂંટાયા

[ad_1]

ભરૂચ: રાજ્યભરમાં યોજાયેલી યુવક કોંગ્રેસની ચૂંટણીનું પરીણામ ગઈ કાલે જાહેર થયુ હતું. જેમાં ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ તરીકે શકીલ અકુજી ચૂંટાયા હતાં. જિલ્લા પ્રમુખ સહિત લોકસભાનાં ઉપપ્રમુખ, મહામંત્રી તેમજ અલગ અલગ વિધાનસભાનાં પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી સહીતના હોદ્દેદારોના નામ જાહેર થયા હતાં.

જિલ્લામાં સૌથી વધુ 11753 મત શકીલ અકુજીએ મેળવ્યા હતાં. તેમજ તેમના 295 ઓછા એટલે કે 11458 મત રાધેકિશન પટેલને મળ્યા હોવાથી તેઓ બીજા નંબરે ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતાં. આ જ રીતે ભરૂચ વિધાનસભામાં આસીફ સિતપોણીયા, જંબુસર વિધાનસભામાં કેતન મકવાણા, વાગરા વિધાનસભામાં અફઝલ  ઘોડીવાલા, અંકલેશ્વર વિધાનસભામાં શરીફ કાનુંગા, ઝઘડીયા વિપુલ વસાવા પ્રમુખ પદે ચૂંટાયા હતાં.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *