મેરી બની માયા! બિહારી બાબુને દિલ દઈ બેઠી પેરિસની યુવતી, ભારતીય પરંપરાથી કર્યા લગ્ન – french woman married to tourist guide from bihar with indian traditions

[ad_1]

હાઈલાઈટ્સ:

  • ભારત ફરવા આવેલી ફ્રાન્સની યુવતીને ટૂરિસ્ટ ગાઈડ સાથે પ્રેમ થયો.
  • મેરી અને રાકેશે પહેલા લગ્ન પેરિસમાં કર્યા, બીજી વાર બેગુસરાયમાં.
  • ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત હતી મેરી, નામ બદલીને માયા કર્યું.

ફ્રાન્સના પેરિસમાં રહેનારી એક યુવતી પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માટે સાત સમુદ્ર પાર કરીને બિહાર આવી પહોંચી છે. પેરિસ નિવાસી મેરીના લગ્ન બિહારના બેગુસરાય જિલ્લામાં ભગવાનપુર ગામમાં કરવામાં આવ્યા. ભગવાનપુરના કઠરિયા ગામમાં હિન્દુ રીતિ-રિવાજો અનુસાર આ જોડાએ સાત ફેરા લીધા હતા. વિદેશી દુલ્હનને જોવા માટે ગામના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા. લગ્નમાં ભોજન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું. મેરીના લગ્ન જે યુવક સાથે થયા છે તેનું નામ રાકેશ છે. પોતાના ગામના કોઈ યુવકના આ પ્રકારે ફોરેનર સાથે લગ્ન થતા જોવા મોટી સંખ્યામાં લોકો હાજર થયા હતા.

મફત વીજળી, ખાતામાં રૂ. 1000.. કેજરીવાલનું ‘દિલ્હી મોડલ’ બધે કામ કરશે?
કઠરિયા ગામના નિવાસી રામચંદ્ર સાહનો પરિવાર કલકત્તામાં રહે છે. તેમનો દીકરો રાકેશ કુમાર સાહ દિલ્હીમાં ટૂરિસ્ટ ગાઈડ હતો. રામચંદ્ર સાહ જણાવે છે કે, છ લ પહેલા ફ્રાન્સ નિવાસી મેરી લોરી હર્લ ભારત આવી હતી. રાકેશ કુમાર મેરીને દિલ્હી લઈ ગયો હતો. ત્યારપછી રાકેશ અને મેરીની મિત્રતા વધી હતી. ભારતથી ફ્રાન્સ પાછી ફર્યા પછી પણ મેરી રાકેશ સાથે વાતચીત કરતી હતી. લગભગ ત્રણ વર્ષ પહેલા મેરીએ રાકેશને પેરિસ બોલાવ્યો હતો.

પેરિસમાં રાકેશ અને મેરી કપડાનો બિઝનેસ કરતા હતા. આ દરમિયાન તેમની મિત્રતા પ્રેમમાં પરિણમી. જ્યારે આ વાતની જાણ બન્નેના પરિવારને થઈ તો તેઓ પણ લગ્ન માટે રાજી થઈ ગયા હતા. મેરી અને રાકેશે પ્રથમ લગ્ન પેરિસમાં કર્યા હતા. પરંતુ મેરીને ભારતની સંસ્કૃતિ અત્યંત પસંદ છે. રાકેશના ગામ આવીને ફરીથી લગ્ન કરવાની ઈચ્છા મેરીની હતી. ત્યારપછી મેરી પોતાના માતા-પિતા સાથે બેગુસરાય પહોંચી.

ભારે વિરોધ પછી રામાયણ એક્સપ્રેસના વેઈટર્સનો ડ્રેસ બદલવામાં આવ્યો
મેરી અને રાકેશના હિન્દુ રિવાજ અનુસાર લગ્ન થયા. વિદેશી દુલ્હનને જોવા માટે ગામના લોકો ભેગા થઈ ગયા હતા. લોકોએ વર-કન્યાને આશિર્વાદ પણ આપ્યા. લગ્ન પછી એક રિસેપ્શનનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું. પ્રાપ્ત જાણકારી અનુસાર લગ્ન પછી મેરી, રાકેશ અને તેમના માતા-પિતા ફ્રાન્સ જવા રવાના થઈ ગયા હતા.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *