કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓમાં નવા પ્રકારનું ઈન્ફેક્શન જોવા મળ્યું, આ છે લક્ષણો – cases of new type of fungal infection found in covid recovers patients

[ad_1]

હાઈલાઈટ્સ:

  • કોરોનામાંથી રિકવર થયેલા દર્દીઓમાં નવું સંક્રમણ જોવા મળ્યું.
  • આ પ્રકારના ફંક્શનને કારણે સ્પાઈનલ ડિસ્ક પ્રભાવિત થાય છે.
  • આ ઈન્ફેક્શનને Aspergillus Osteromyelitis કહેવામાં આવે છે.

નાગપુર- દેશભરમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, પરંતુ કોરોના પછી ઉભી થતી સમસ્યાઓ હજી પણ ચાલુ જ છે. કોરોનામાંથી સાજા થયેલા ઘણાં દર્દીઓએ અનેક તકલીફોનો સામનો કરવો પડે છે. કાળી ફંગસને કારણે ફેફસા અને પીળી ફંગસને કારણે આંખો ખરાબ થતી હોવાના ઘણાં કેસ સામે આવ્યા હતા અને અનેક લોકોએ પોતાની આંખો ગુમાવી છે. હવે જે નવા પ્રકારનું ઈન્ફેક્શન સામે આવ્યું છે તેમાં દર્દીની સ્પાઈનલ ડિસ્ક પ્રભાવિત થાય છે. આ ફંગસના કેસ નાગપુરમાં નોંધાયા છે. આ પ્રકારના ઈન્ફેક્શનને Aspergillus Osteromyelitis કહેવામાં આવે છે.

ઈન્ટરનલ મેડિસિન અને ક્રિટિકલ કેર કન્સલ્ટન્ટ ડોક્ટર વૈભવ અગ્રવાલ જણાવે છે , આ પ્રકારના ઈન્ફેક્શનના કેસ વધી રહ્યા છે. હોસ્પિટલોમાં અમે આ પ્રકારના કેસ જોયા છે.ખાસ કરીને કોરોનામાંથી રિકવર થયેલા દર્દીઓ સામાન્ય તાવ અને કમરમાં દુખાવાની ફરિયાદ સાથે આવે છે, જે આ પ્રકારના ફંગલ ઈન્ફેક્શનના લક્ષણ છે. આ સંક્રમણને કારણે એક દર્દીના સ્પાઈનલ ડિસ્કમાં ગંભીર નુકસાન થયુ હતું. આ પ્રકારના ઈન્ફેક્શનની ઓળખ કરવી પણ ઘણી મુશ્કેલ છે.

240 દિવસે કોરોનાના કેસ ઘટીને 12 હજારે પહોંચ્યા, દિવાળીમાં સાવધાની રાખવાની જરુર
ડોક્ટર અગ્રવાલે વધુ માહિતી આપતાં જણાવ્યું કે, Aspergillosis એક ઈન્ફેક્શન છે જે Aspergillus નામની ફંગસને કારણે થાય છે. આ ફંગસ સામાન્યપણે વાતાવરણમાં હોય છે, પરંતુ સ્વસ્થ વ્યક્તિને તેનાથી કોઈ નુકસાન નથી થતું. પરંતુ જો કોઈ વ્યક્તિની રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી હોય અથવા લંગ ઈન્ફેક્શન હોય તેમનામાં આ ફંગસને કારણે એલર્જિક રિએક્શન આવી શકે છે. ડોક્ટર અગ્રવાલ જણાવે છે કે, અમુક ગંભીર કેસમાં આ સંક્રમણ રક્તવાહિનીઓમાં ફેલાઈ શકે છે. વ્યક્તિને કયા પ્રકારની ફંગસનું ઈન્ફેક્શન થયું છે તેના પર લક્ષણો નિર્ભર કરે છે.

સંક્રમણને લગતા રોગોના નિષ્ણાંત ડોક્ટર અશ્વિની જણાવે છે તે, Aspergillosis સુસ્થાપિત ઈન્ફેક્શન છે અને કોરોના મહામારીની બીજી લહેર પછી જ્યારે મ્યુકોરના કેસ આવતા હતા ત્યારે પણ આ સંક્રમણના કેસ જોવા મળ્યા હતા. કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓની મોઢાની કેવિટીમાં આ ફંગલ ઈન્ફેક્શન ડિટેક્ટ થાય છે, અને ઘણાં ઓછા કેસ એવા હોય છે જેમાં ફેફસામાં જોવા મળે છે.

ડેન્ગ્યુમાં પ્લેટલેટ ઓછાં થઈ જાય તો ગભરાશો નહીં, ડોક્ટર્સ આપી રહ્યા છે આ કારણ

ઈન્ફેક્શનને લગતા રોગોના અન્ય એક નિષ્ણાંત ડોક્ટર નિતિન શિંદે જણાવે છે કે, કોરોના પછી જે મ્યુકોરના કેસ આવ્યા હતા તેમાંથી અડધા તો વાસ્તવમાં એસ્પરજીલોસિસના હતા. જે દર્દીઓને કોરોનાનું સંક્રમણ ઘણું વધારે થયું હોય અને વધારે પ્રમાણમાં સ્ટેરોઈડ આપવામાં આવ્યું હોય તેમણે આ ઈન્ફેક્શનના સામાન્ય લક્ષણોની અવગણના ના કરવી જોઈએ. ડોક્ટરોની સલાહ છે કે, જે દર્દીઓએ તાજેતરમાં જ કોરોનાને માત આપી હોય અને સતત કમરનો દુખાવો થતો હોય તેમણે વહેલીતકે ડોક્ટરની મુલાકાત લઈને MRI કરાવવું જોઈએ. જો ઈન્ફેક્શન વહેલા પકડાઈ જાય અને સમયસર સારવાર શરુ થઈ જાય તો દર્દીની મુશ્કેલીઓ ઘટી શકે છે. તાવ આવવો, ઠંડી લાગવી, શ્વાસ લેવામાં તકલીફ પડવી, લોહી સાથે કફ નીકળવો, ચામડી પર ચામઠા પડવા, સાંધાનો દુખાવો વગેરે આ ઈન્ફેક્શનના લક્ષણો છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *