[ad_1]
હાઈલાઈટ્સ:
- કેટલાંક ફૂડ કોમ્બિનેશન વિશે જણાવ્યું છે કે જેનાથી તમારે બચવું જોઈએ.
- વિરુદ્ધનો મતલબ વિપરિત છે. કેટલાંક ખાદ્ય પદાર્થ સ્વાભાવિકરીતે હાનિકારક હોય છે.
- કેટલાંક ખાદ્ય પદાર્થોનું એકસાથે સેવન કરતી વખતે થોડી સાવધાની રાખવી જરૂરી છે.
શું છે વિરુદ્ધ આહાર?
ડૉક્ટર દીક્ષા ભાવસાર જણાવે છે કે વિરુદ્ધનો મતલબ વિપરિત છે. કેટલાંક ખાદ્ય પદાર્થ સ્વાભાવિકરીતે હાનિકારક હોય છે. જ્યારે કેટલાંક એવા ખાદ્ય પદાર્થ છે જે એકલા ખાઓ તો ગુણકારી છે પણ જો અન્ય ખાદ્ય પદાર્થ સાથે ખાવામાં આવે તો નુકસાન પહોંચાડી શકે છે. તેને વિરુદ્ધ આહાર કહે છે. જેમ કે માછલી અને દૂધ, ફળ અને દૂધ, શુદ્ધ મધ અને ઘી જેવી બે ગુણકારી ચીજવસ્તુઓ એકસાથે અને ખોટા સમયે લેવામાં આવે તો શરીર પર ઘણી રીતે અસર કરી શકે છે.
ફળ અને દૂધનું સંયોજન
એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, કેળાને દૂધ, દહીં અને છાશ સાથે ખાવા જોઈએ નહીં. તેનાથી પાચન બગડી શકે છે.
ઘી અને મધનું સમાન માત્રામાં સેવન
ઘી અને મધને સમાન માત્રામાં મિક્સ કરવા જોઈએ નહીં. કારણકે તેનાથી શરીરમાં ઊંધું રિએક્શન થાય છે. ઘી અને મધ એકસાથે સમાન માત્રામાં મિક્સ કરવાની જગ્યાએ કોઈ એકની માત્રા વધારે રાખવી જોઈએ.
માછલી સાથે દૂધનું સેવન
જો માછલી અને દૂધનું એકસાથે સેવન કરવામાં આવે તો શરીર માટે હાનિકારક છે. કારણકે દૂધ ઠંડું હોય છે અને માછલીમાં ગરમ ગુણ હોય છે. ડૉક્ટર ભાવસારના જણાવ્યા અનુસાર, દૂધ અને મીઠાનું એકસાથે સેવન કરવું જોઈએ નહીં.
રાત્રે દહીં ખાવું
શિયાળામાં દહીં અને પનીર ખાવા સારા માનવામાં આવે છે પણ તેનું રાત્રે સેવન કરવું નુક્સાન પહોંચાડી શકે છે. દહીં સામાન્યરીતે શરદ ઋતુ, ગરમી અને વસંતમાં ખાવા જોઈએ નહીં તેવું આયુર્વેદિક પાઠ ચરક અનુસાર જણાવાયું છે. Disclaimer: આ આર્ટિકલમાં આપવામાં આવેલી માહિતીનો અમલ કરતા પહેલા આપના ડૉક્ટરની સલાહ ચોક્કસ લેશો.
[ad_2]
Source link












Leave a Reply