[ad_1]
હાઈલાઈટ્સ:
- રાજુલામાં ખાખબાઈ ગામ નજીક નારાયણ આશ્રમ સાધ્વીની કરપીણ હત્યા
- આશ્રમમાંથી ગઈ કાલે સાધ્વીની હત્યા કરાયેલો મૃચદેહ મળી આવતા હાહાકાર
- લાંબા સમયથી સાધ્વી આશ્રમમાં કાર્યરત હતા અને લોકો માતાજીના નામે ઓળખતા હતા
બનાવની વિગત એવી છે કે, અમરેલીના રાજુલામાં ખાખબાઈ ગામ નજીક નારાયણ આશ્રમ આવેલો છે. આ વિસ્તારમાં એક સાધ્વી માતાજી તરીકે ઓળખાય છે. જેમનો મૃતદેહ ગઈ કાલે આશ્રમમાંથી મળી આવ્યો હતો. કોઈ અજાણી વ્યક્તિએ આશ્રમમાં જ તેમના પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરીને તેમની કરપીણ હત્યા કરી નાખી હતી. મૃતક રેખાબહેન સાધ્વી અહીં પૂજારી તરીકે કાર્યરત હતા.
સાધ્વીની હત્યાના સમાચાર વાયુ વેગે પ્રસરી ગયા હતા. જે બાદ ગામના લોકો આશ્રમ ખાતે દોડી આવ્યા હતા. હત્યાની આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ પોલીસને થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. તો આ કેસમાં હત્યાને ઝડપી પાડવા અને હત્યાનું કારણ જાણવા માટે અમરેલી એલસીબી અને એસઓજી સહિતની ટીમ કામે લાગી છે.
જો કે, સાધ્વીની હત્યા કોણે અને કેમ કરી એનું કારણ હજુ સુધી સામે આવ્યુ નથી. હત્યા પાછળ આશ્રમની જમીન કે અન્ય કોઈ કારણ હોવાના તર્ક વિતર્ક પણ વહેતા થયા છે. પોલીસ પણ એ દિશામાં તપાસ કરી રહી છે કે, સાધ્વીની હત્યામાં તેમની નજીકનું તો કોઈ સામેલ નથી ને. કારણ કે એવી આશંકા છે કે, આ હત્યામાં સાધ્વીની નજીકની કોઈ વ્યક્તિ સંડોવાયેલો હોઈ શકે છે.
સાધ્વી ઘણાં લાંબા સમયતી આશ્રમમાં કાર્યરત હતા. લાંબા સમયથી તેઓ આશ્રમમાં સેવા પૂજા કરતા હતા. તો પોલીસની ટીમ દ્વારા હત્યારાને શોધવા માટે ચક્રો ગતિમાન કરી દેવામા આવ્યા છે. જો કે, હવે હત્યાના આ કેસમાં આરોપી ઝડપાયા બાદ જ એ પાછળનું કારણ સામે આવી શકે છે. ત્યારે પોલીસે પણ આ હત્યાના મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
દીવમાં પેરાશૂટનું દોરડું તૂટતા દરિયામાં પડ્યું દંપતી, જુઓ Video
[ad_2]
Source link














Leave a Reply