[ad_1]
હાઈલાઈટ્સ:
- ઓગસ્ટ 2021માં પોલીસે મેજિસ્ટ્રેટના આદેશ બાદ દારુની 25,360 બોટલોનો નાશ કર્યો
- પરંતુ આશ્ચર્યજનક રીતે ‘કાગળ’ પર નાશ કરાયેલી 1678 બોટલો સબજેલમાંથી મળી આવી
- આ મામલામાં ત્રણ પોલીસકર્મીને આરોપી બનાવાયા, એક કોન્સ્ટેબલે હાઈકોર્ટમાં કરી પિટિશન
જોકે, આ મામલો અહીંથી પૂરો નથી થઈ જતો. કાયદાકીય કાર્યવાહીનો સામનો કરી રહેલા આ ત્રણ કોન્સ્ટેબલમાંથી એકે આ અંગે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. તેણે કોર્ટને જણાવ્યું છે કે, સબજેલમાંથી કુલ 3,221 બોટલ દારુનો જથ્થો મળ્યો છે. જેમાંથી 1,678 બોટલો પોલીસ દ્વારા કોર્ટના આદેશ બાદ ઓગસ્ટ મહિનામાં ‘કાગળ’ પર નાશ કરાયેલી 25,360 બોટલોમાં સામેલ હતી.
હાઈકોર્ટમાં પહોંચેલા કોન્ટેબલના દાવા અનુસાર, દારુનો જથ્થો નાશ કરાયાનું પંચનામું ખુદ પોલીસ ઈન્સ્પેક્ટરે બનાવ્યું હતું. જો પીઆઈએ પોતે આ સમગ્ર કાર્યવાહી કરી હોય તો નાશ કરાયેલી 25,360 બોટલોમાંથી 1,678 બોટલ જેલમાં કઈ રીતે પગ કરી ગઈ તે વિષય ચર્ચાનો મુદ્દો બન્યો છે. મુદ્દામાલમાંથી કથિત ચોરીના આ મામલામાં હાઈકોર્ટના જસ્ટિસ ઈલેશ વોરાએ ઉચ્ચ અધિકારીઓ પાસેથી વિગતવાર રિપોર્ટ માગ્યો છે.
પિટિશન કરનારો કોન્સ્ટેબલ પિનેશ વિઠાણી કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. કામરેજ પોલીસ સ્ટેશનના પીઆઈએ સબજેલમાં 13 ઓક્ટોબરના રોજ દરોડો પાડીને દારુની બોટલો જપ્ત કરી હતી. તે વખતે કોન્સ્ટેબલ વિઠાણી ઉપરાંત LRD ગુલાબ કરસનભાઈ અને GRD ધવલ કિરિટભાઈ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસનો દાવો છે કે સ્ટેશનમાં નાનો છે, જ્યારે દારુનો જથ્થો ખૂબ જ વધારે હોવાથી મુદ્દામાલને પોલીસ ક્વાર્ટરના રુમમાં રાખવામાં આવ્યો હતો. જોકે, ત્રણ આરોપીઓએ મુદ્દામાલ પોલીસ સ્ટેશનમાંથી પોલીસ ક્વાર્ટરમાં શિફ્ટ કરવાના બહાને દારુની બોટલો સબજેલમાં સંતાડી દીધી હતી.
પરંતુ આ કેસમાં આરોપી બનાવાયેલા કોન્સ્ટેબલે પોતાની સામે નોંધાયેલી FIR રદ કરવાની માગ કરતા એવો દાવો કર્યો છે કે તે સૌથી જૂનિયર હોવાના કારણે તેને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે. કોર્ટમાં કરેલી પિટિશનમાં તેણે દાવો કર્યો છે કે દારુની જે બોટલો જેલમાંથી મળી છે તે 27 ઓગસ્ટે મેજિસ્ટ્રેટના આદેશ બાદ નાશ કરવામાં આવી હતી. જેનું પંચનામું ખુદ પીઆઈએ તૈયાર કર્યું હતું.
[ad_2]
Source link














Leave a Reply