Junagadh Municipal Commissioner video viral: જુનાગઢ: કચેરીમાં અરજદાર પર ગુસ્સે થતાં મનપા કમિશનરનો વિડીયો વાયરલ – video of junagadh municipal commissioner getting angry on applicant in office went viral

[ad_1]

જુનાગઢ: જુનાગઢ મહાનગર પાલિકાની કચેરીમાં રજૂઆત કરવા માટે આવેલા અરજદાર પર ગુસ્સે થતા કમિશનરનો વિડીયો સામે આવ્યો છે. જેમાં કમિશનરે અરજદારને નીચા અવાજે વાત કરવાનું કહીને ‘યુ ગેટ લોસ્ટ’ કહ્યું હતું. મનપા કમિશનરનો વિડીયો વાયરલ થતાં ભારે ચકચાર મચી જવા પામી છે. મીડિયા રિપોર્ટ મુજબ જૂનાગઢ શહેરમાં કોર્પોરેશન દ્વારા લારી અને ગલ્લા દૂર કરાતા ધંધાર્થીઓ મનપા કમિશનર સમક્ષ રજૂઆત માટે પહોંચ્યા હતા. આ દરમિયાન કમિશનર ઉગ્ર બન્યા હતા અને ટેબલ પર હાથ પછાડીને ઊંચે અવાજે અરજદારને ખખડાવ્યો હતો.

મનપા કમિશનરનો વિડીયો વાયરલ
મીડિયા રિપોર્ટ મુજબ લારી-ગલ્લા દૂર કરાતા સંચાલકો રજૂઆત કરવા માટે મનપા કચેરીમાં આવ્યા હતા. દરમિયાન એક વ્યક્તિએ રજૂઆત કરતા કમિશનર રાજેશ તન્ના અચાનક ગુસ્સે થયા હતા અને કહ્યું હતું કે, ‘મને કાનમાં બીમારી નથી, આજ પછી આવો ત્યારે ધીમે બોલવાનું’. આ સમયે અરજદારે દલીલ કરતા કમિશનરનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને ટેબલ પર હાથ પછાડી ઉભા થઈ ગયા હતા અને ‘યુ ગેસ્ટ લોસ્ટ’ કહી કચેરીમાં હાજર પોલીસ જવાનોને અરજદારને બહાર લઈ જવા કહ્યું હતું.

‘યુ ગેટ લોસ્ટ…..’
કમિશનર તો થયા, પરંતુ વાત કરવાની સમજણ ક્યાંથી આવશે? જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર રાજેશ તન્ના સમક્ષ નાના-દુકાનદારો રજૂઆત કરવા આવ્યા હતા. દરમિયાન અધિકારીએ તેમને ‘યુ ગેટ લોસ્ટ’ કહીને અપમાનિત કર્યા હતા. કઆમ શાંતિથી રજૂઆત કરવા આવેલા લારી-ગલ્લા ધારકોની રજૂઆત સાંભળી સમસ્યાનો ઉકેલ કરવાના બદલે કમિશનરે કરેલા વર્તનને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. કમિશનરનું આવુ બેજવાબદાર વર્તનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે, જેથી લોકો દ્વારા ભારે ટીકા કરવામાં આવી રહી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *