[ad_1]
નવ નવ દિવસની શક્તિ આરાધનાની માં જગદંબાના ધામ શક્તિપીઠ અંબાજીથી પ્રારંભાયેલી યાત્રાનુ સમાપન ‘શબરી ધામ’ ખાતે થઈ રહ્યુ છે, તેમ જણાવતા પ્રવાસન મંત્રીશ્એ ‘સાપુતારા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સુધીની પ્રવાસન સર્કિટ વિકસાવવા બાબતે પણ કાર્યારંભ થયો છે. શબરી ધામ ખાતે મહાઆરતી અને રાવણ દહનના કાર્યક્રમમા ભાગ લેતા મંત્રીએ જણાવ્યું કે આદિવાસી વિસ્તારોમા દશેરા મહોત્સવની ઉજવણી અધર્મ પર ધર્મના વિજયના નારાને બુલંદ કરવા સાથે, પવિત્ર સ્થાનોની ગરિમા વધારીને, સાંસ્કૃતિક તથા ઐતિહાસિક વિરાસતને ઉજાગર કરશે.
શબરી ધામનુ માહાત્મ્ય વર્ણવતા રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે પ્રવાસન પ્રવૃતિના વિકાસ સાથે સ્થાનિક રોજગારીનુ પણ વિપુલ માત્રામા સર્જન કરવામા આવી રહ્યુ છે તેમ જણાવી ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારોમા શ્રેણીબદ્ધ વિકાસ કામો હાથ ધરીને પ્રજાજનોના સર્વગ્રાહી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
ડાંગ જિલ્લાના પ્રજાજનો સુખી અને સમૃદ્ધ બને તેવા સુભાશિષ આપતા વલસાડ-ડાંગના સાંસદ ડો.કે.સી.પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકારે અયોધ્યામા રામ મંદિરનુ નિર્માણ, જમ્મુ કાશ્મીરની 370ની કલમ નાબુદી સહિતના સાહસિક પગલાઓની જાણકારી આપી બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેનને પુનઃ શરૂ કરી આ વિસ્તારના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રયાસરત છે.
‘જય શ્રી રામ’ ના જયઘોષ સાથે પ્રાસંગિક વક્તવ્ય રજૂ કરતા ડાંગના ધારાસભ્ય વિજય પટેલે દશેરા પર્વની સૌને શુભેચ્છા પાઠવી હતી. તેમણે શબરીધામ ખાતે આયોજિત વિજયા દશમીપર્વની રાજ્ય કક્ષાની ઉજવણી કરવા બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરી ડાંગના ધાર્મિક, એતિહાસિક, પ્રાકૃતિક પ્રવાસન ધામોના વધુ વિકાસ માટે અભિલાષા વ્યક્ત કરી હતી. કાર્યક્રમની શરૂઆતે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર.આર.રાવલે કાર્યક્રમની રૂપરેખા આપી મંત્રી સહિતના મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત કર્યું હતુ.
[ad_2]
Source link






Leave a Reply