Bitcoin: બિટકોઈનમાં ત્રણ દિવસમાં 6,000 ડોલરનો કડાકો, શું 2022માં રોકાણકારોને મળશે રાહત? – bitcoin drops 6000 usd in just 3 days what ahead for investors

[ad_1]

હાઈલાઈટ્સ:

  • 10 નવેમ્બરે બિટકોઈન તેની સર્વોચ્ચ 68,790 ડોલરની કિંમત પર પહોંચ્યો હતો
  • ત્યારથી બિટકોઈનમાં 33 ટકા જેટલું કરેક્શન થયું છે જેના કારણે તેની કિંમતમાં ઘટાડો થયો છે
  • જોકે, બિટકોઈનના સમર્થકોનું કહેવું છે કે 2022માં બિટકોઈનમાં તેજી જોવા મળશે

છેલ્લા કેટલાક દિવસથી બિટકોઈન સતત તૂટી રહ્યો છે. સૌથી મોટો ક્રિપ્ટો-ટોકન ગુરૂવારે 46,000 ડોલરની સપાટી પર આવી ગયો હતો. નવા વર્ષ પહેલા ક્રિપ્ટોકરન્સીમાં કડાકો બોલાઈ રહ્યો છે. ફક્ત છેલ્લા ત્રણ દિવસમાં જ બિટકોઈન 6,000 ડોલર અથવા તો 11 ટકા તૂટ્યો છે.

10 નવેમ્બરે બિટકોઈન તેની સર્વોચ્ચ 68,790 ડોલરની કિંમત પર પહોંચ્યો હતો અને ત્યાંથી તેમાં 33 ટકા જેટલું કરેક્શન થયું છે. એનાલિસ્ટ્સનું માનવું છે કે ડિજિટલ ટોકનમાં તેજી બાદ કરેક્શન જોવા મળે જ છે. ઓકેઈએક્સ.કોમના સીઈઓ જય હાઓએ જણાવ્યું હતું કે, વૈશ્વિક ક્રિપ્ટો માર્કેટમાં ઘણા ઈન્સ્ટિટ્યુશનલ અને રિટેલ ઈન્વેસ્ટર્સે સેલ-ઓફ કર્યુ હતું જેના કારણે વર્ષના અંતમાં બિટકોઈનની વોલેટિલિટી અપેક્ષા પ્રમાણે જ છે.
Multibagger IPO: 2021માં 15 આઈપીઓમાં થઈ 300 ટકા જેટલી જંગી કમાણીનિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે યુએસ નાણાકીય વર્ષ નવા વર્ષ પહેલા સમાપ્ત થાય છે, જેમાં હેજ ફંડ ટેક્સ-સંબંધિત વેચાણ અને રિબેલેન્સિંગ જોવા મળે છે જે કિંમત પર થોડું કામચલાઉ વેચાણ દબાણ ઉમેરે છે. નિષ્ણાત ગણેશ કોમ્પેલાએ જણાવ્યું હતું કે, વ્હેલ એડ્રેસિસ (10થી વધુ બિટકોઈન ધરાવતા)ની સંખ્યા પણ 2020થી ઘટી રહી છે.

નિષ્ણાતો એવી પણ દલીલ કરે છે કે નિયમો અને કાયદેસરતા અંગે વ્યાપક ચર્ચા સાથે મૂળભૂત બાબતો અને ઉપયોગના કેસોમાં સ્પષ્ટતાનો અભાવ પણ સેન્ટિમેન્ટ્સ ઠેસ પહોંચાડે છે. બેલફ્રિક્સ ગ્રુપના સીઈઓ અને ફાઉન્ડર પ્રવીણ કુમારે કહ્યું હતું કે, મોટાભાગના રોકાણકારો નવા છે અને ડિજિટલ એસેટ્સની ક્ષમતાઓ અને તેની અંતર્ગત ટેકનોલોજીથી અજાણ છે.
બિટકોઈન અને ઈથરને ભૂલી જાઓ, આ ક્રિપ્ટો કોઈન આપી રહ્યો છે જોરદાર વળતરજોકે, બિટકોઈનના સમર્થકોનું કહેવું છે કે 2022માં બિટકોઈનમાં તેજી જોવા મળશે અને તે તેના નવા ઓલ-ટાઈમ હાઈ પર પહોંચશે. મોટા ભાગના નિષ્ણાતનું માનવું છે કે જો વર્તમાન સ્તરે થોડા સમય સુધી પ્રાઈઝ કોન્સોલિડેટ રહી શકે છે તો બિટકોઈન વોલેટાઈલ રહેશે. હાઓનું કહેવું છે કે, બિટકોઈન 45,000-50,000 ડોલરના લેવલે રહે તે હંમેશા સારી વાત છે કેમ કે તેનાથી રોકાણકારોના મનમાં હકારાત્મક ભાવના ઊભી થાય છે.

બિટબીએનએસના ફાઉન્ડર અને સીઈઓ ગૌરવ દહાકેનું કહેવું છે કે બિટકોઈન 42,000 ડોલરની સપાટી સ્પર્શે તે ખરાબ વાત છે પરંતુ 40,000 ડોલરની સપાટી સ્પર્શે તેવું લાગતું નથી. તેમણે કહ્યું હતું કે, ડ્રોપ પછી બિટકોઇન રીટ્રેસમેન્ટનો સામનો કરવાનું ચાલું રાખશે. અમે માનીએ છીએ કે મધ્યથી લાંબા ગાળામાં ભાવમાં વધારો થવાની શક્યતા છે.

[ad_2]

Source link