[ad_1]
હાઈલાઈટ્સ:
- હવે બિન સચિવાલય વર્ગ-3ની પરીક્ષા તારીખ 13 ફેબ્રુઆરી, 2022ના રોજ લેવાશે.
- જેમાં ઓફિસ આસિસ્ટન્ટ અને ક્લાર્કની પરીક્ષા લેવામાં આવશે.
- વર્ષ 2018માં રદ થયેલી બિન સચિવાલય વર્ગ-3ની પરીક્ષાની નવી તારીખ જાહેર થઈ ગઈ છે.
એક બાજુ ગુજરાતમાં લોકરક્ષક દળની ભરતીની જાહેરાત બાદ તમામ પ્રકિયાઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. વર્ગ 3 માટે ભરતી પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવી છે. ક્લાર્ક વર્ગ-3 તેમજ સચિવાલય માટે ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3ની પરીક્ષાનું આયોજન 13 ફેબ્રુઆરી, 2022ના રોજ કરવામાં આવ્યું છે. જે માટે બપોરે 12 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીનો સમય રાખવામાં આવ્યો છે. પરીક્ષાના 15 દિવસ અગાઉ કૉલ લેટર ડાઉનલોડ કરી શકાશે.
રદ થયેલી બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષાની નવી તારીખ જાહેર થઈ ગઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની 3738 જગ્યા માટેની આગામી 13 ફેબ્રુઆરી 2022ના રોજ પરીક્ષા યોજવામાં આવશે. જેમાં કુલ 10 લાખ 45 હજાર જેટલા ઉમેદવાર છે. આ પહેલા PSI અને લોક રક્ષક દળની શારીરિક પરીક્ષાની તારીખ જાહેર થઈ ચૂકી છે. આ બન્ને ભરતી માટે આગામી 3 ડિસેમ્બરથી શારીરિક પરીક્ષા શરૂ થશે. PSI અને LRD એમ બન્નેમાં ફોર્મ ભરનારા ઉમેદવારોએ માત્ર એક જ વાર શારીરિક પરીક્ષા આપવાની રહેશે. જ્યારે કોલ લેટર 26 નવેમ્બરથી OJASની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે.
[ad_2]
Source link






Leave a Reply