bhilad 17 years old girl rape: વલસાડઃ સગીરાના શરીરમાં માતાને દેખાયો ફેરફાર, મેડિકલ ટેસ્ટમાં ગર્ભ હોવાનું સામે આવ્યું – valsad: the mother noticed a change in daughter’s body, medical test revealed she is pregnant

[ad_1]

હાઈલાઈટ્સ:

  • વલસાડના ભિલાડમાં 17 વર્ષીય સગીરા પર દુષ્કર્મ
  • વિસ્તારમાં જ રહેતાં 22 વર્ષીય યુવાને રૂમમાં ઘૂસી દુષ્કર્મ આચર્યું
  • સગીરાના શરીરમાં ફેરફાર જણાતાં માતાએ મેડિકલ ટેસ્ટ કરાવ્યો હતો

વલસાડના ભિલાડમાંથી 17 વર્ષની સગીરા પર દુષ્કર્મનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાત્રીના સમયે ઘરે પોતાના રૂમમાં એકલી સૂતી સગીરા પર તેના જ વિસ્તારમાં રહેતાં એક 22 વર્ષીય યુવાને ડરાવી-ધમકાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જો કે, સગીરાએ આ દુષ્કર્મની જાણ કોઈને કરી ન હતી. જો કે, થોડા મહિનાઓ બાદ સગીરાના શરીરમાં ફેરફાર જણાતાં માતાએ તેનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં સગીરાને ગર્ભ હોવાનું સામે આવતાં જ માતા-પિતા પર આભ ફાટી પડ્યું હતું. અને તે બાદ જ સગીરાએ પોતાના પર થયેલ દુષ્કર્મની જાણ માતા-પિતાને કરી હતી. આ મામલે સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે.

એકલી સૂતી સગીરાના રૂમમાં ઘૂસી ગયો હવસખોર

વલસાડના ભિલાડ વિસ્તારમાં રહેતી 17 વર્ષીયના પિતાને અનાજ-કરિયાણાની દુકાન છે. ઘરમાં માતા-પિતાનો રૂમ અલગ છે અને સગીરાનો રૂમ અલગ છે. આ વાતની જાણ સગીરાના વિસ્તારમાં જ રહેતાં 22 વર્ષીય યુવાન શ્યામ પ્રકાશ પ્રજાપતિને થઈ હતી. શ્યામ વાપીમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગત 28 ડિસેમ્બર 2020ના રોજ શ્યામ રાત્રિના સમયે સગીરાના રૂમમાં ઘૂસી ગયો હતો.

સગીરાને ડરાવી જબરદસ્તી દુષ્કર્મ આચર્યું

એકાએક શ્યામ પોતાના રૂમમાં ઘૂસી આવતાં સગીરા ડઘાઈ ગઈ હતી. સગીરાના માતા-પિતા બાજુના રૂમમાં સૂઈ ગયા હતા. જો કે, શ્યામે ડરાવી-ધમકાવીને સગીરાને ચૂપ કરાવી દીધી હતી. અને તેના પર જબરદસ્તીથી દુષ્કર્મ આચર્યું હતું. જો કે, આ દુષ્કર્મની જાણ સગીરાએ ઘરે કરી ન હતી. પણ, માતાને સગીરાના શરીરમાં ફેરફાર દેખાઈ આવતાં તેઓએ સગીરાનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો હતો.

મેડિકલ ટેસ્ટમાં સગીરાને ગર્ભ હોવાનું સામે આવ્યું

મેડિકલ ટેસ્ટમાં સગીરાને ગર્ભ હોવાનું સામે આવતાં જ માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. અને તે બાદ સગીરા શ્યામ પ્રજાપતિએ કરેલ દુષ્કર્મની જાણ માતા-પિતાને કરી હતી. જે બાદ સગીરાની માતાએ ભિલાડ પોલીસ સ્ટેશનમાં હવસખોર યુવાન શ્યામ પ્રજાપતિ સામે ફરિયાદ નોંધવતાં પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *