[ad_1]
હાઈલાઈટ્સ:
- પરસ્ત્રી સાથે વીડિયો કોલ પર વાત કરતો પકડાઈ ગયો તો પહેલા તો પોતાનો મોબાઈલ જ તોડી નાખ્યો.
- શરમજનક કામ કરતાં પકડાઈ જતાં નફ્ફટે પત્નીને જ મારવા લીધી, પડોશીએ વચ્ચે પડી બચાવી.
- અભયમની ટીમે પતિ અને પત્ની બંનેનું કાઉન્સેલિંગ કરીને ઘરસંસારને તૂટતો બચાવી લીધો.
છેલ્લા ઘણા સમયથી તેમના પતિ કોઇ અન્ય મહિલા સાથે અફેર ધરાવે છે તેના માટે થઇને તે પત્નીને રોજે માર મારતો હતો. તેમની દીકરીએ પિતાને વીડિયો કોલ પર વાત કરતા રંગેહાથ ઝડપી લીધા હતા. તેમ છતા પોતાની ભૂલ પકડાય નહી તે માટે મોબાઇલ તોડી નાખ્યો હતો. પતિએ સ્વીકારી લીધું હતું કે, તેની પત્ની તેને પૂરતો સમય આપતી નથી તેથી શરીરસુખ મેળવવા અન્ય સ્ત્રી સાથે અફેર કર્યું છે. મહિલાએ વહેલી સવારે ચીસાચીસ કરતા આજુબાજુના લોકો ભેગા થઇ ગયા હતા. કેટલાકે તેમની 10 વર્ષની દીકરી પાસેથી સમગ્ર ઘટના જાણીને મહિલાને 181 હેલ્પલાઇનને મદદ કરવા કહ્યું હતું.
મહિલાએ એવી રજૂઆત કરી હતી કે, તેનો પતિ રોજે તેને ઢોર માર મારે છે અને તેની દીકરીને પણ ધમકાવે છે. લોકો ભેગા થઇ જતા તેનો પતિ ભાગવાનો પ્રયત્ન કરતો હતો દરમિયાનમાં પડોશીઓએ તેને ઝડપી લીધો હતો. પોતાની ચોરી પકડાય નહીં તે ડરથી તેણે મોબાઇલ તોડી નાખ્યો હતો જેથી વીડિયો કોલ કર્યો હોવાના પુરાવા મળે નહી.દરમિયાનમાં હેલ્પલાઇનની ટીમ આવી જતા તેના પતિને પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી. તેના ડરથી તેણે સ્વીકારી લીધું હતું કે, તેની પત્ની તેને પૂરતો સમય આપતી નથી તેથી શરીરસુખ મેળવવા અન્ય મહિલા સાથે અફેર કર્યુ છે અને તે અવારનવાર તેના ઘરે જાય છે.
પતિએ કહ્યું, પત્ની આખો દિવસ દીકરીમાં વ્યસ્ત રહે છે તો શું કરું?
મહિલાના પતિને કોલ ડિટેઇલ કઢાવવાની ધમકી આપવામાં આવી હતી. તેનાથી ડરીને તેણે સ્વીકાર્યુ હતું કે, તેની પત્ની આખો દિવસ દીકરી પાછળ વ્યસ્ત રહે છે અને મને સુખ આપતી નથી.તેના કારણે મેં અન્ય સ્ત્રી સાથે છેલ્લા એક વર્ષથી શરીરસંબંધ શરૂ કર્યા છે. આ સાંભળીને મહિલા ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. તેણે પતિ સાથે નહી રહેવા અને છૂટાછેડા લેવા જીદ પકડી હતી. પરિવારના સભ્યોને પણ બોલાવી લીધા હતા. પરતું હેલ્પલાઇનના સભ્યોએ પતિ પાસેથી લેખિતમાં અન્ય સ્ત્રી સાથે સંબંધ નહી રાખવા ખાતરી આપતા મામલો થાળે પડયો હતો.
[ad_2]
Source link














Leave a Reply