[ad_1]
Manishkumar Kapadia | I am Gujarat | Updated: Nov 29, 2021, 6:58 PM
ગોમતીપુરમાં મોહનલાલની જૂની ચાલી પાસે આવેલી વાડીલાલ ફેક્ટરી નજીક ચાની કીટલી પર ખેલાયો ખૂની ખેલ. જૂની અદાવતમાં યુવક પર ધારદાર હથિયારથી હુમલો કરતા મોત નીપજ્યુ
હાઈલાઈટ્સ:
- ગોમતીપુરમાં જૂની અદાવતમાં ખેલાયો ખૂની ખેલ, યુવકની જાહેરમાં હત્યા
- ત્રણ શખ્સોએ મૃતકને ગંદી ગાળો આપ્યા બાદ માર માર્યો અને હત્યા કરી નાખી
- હત્યા બાદ ત્રણેય આરોપીઓ ફરાર, આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી
બનાવની વિગત એવી છે કે, ગોમતીપુરમાં મોહનલાલની જૂની ચાલી આવેલી છે. મોહનલાલની જૂની ચાલીમાં રહેતા મુસીર અહેમદ શબ્બીર અહેમદ મોહંમદ સફીએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસ સ્ટેશનમાં થયેલી ફરિયાદ અનુસાર, આ બનાવ મોહનલાલની જૂની ચાલી પાસે આવેલી વાડીલાલ ફેક્ટરી નજીક ચાની કીટલી પર બન્યો હતો. 45 વર્ષીય સમીર અહેમદ શબ્બીર અહેમદ ફારૂકી ચાની કીટલી પાસે ઊભો હતો.
એ સમયે અકબર, વાઝીદ અને ફૈઝાન શેખ નામના ત્રણ શખ્સો તેની પાસે આવ્યા હતા. તેઓ વચ્ચે અગાઉ કોઈ કારણોસર ઝઘડો થયો હતો. જૂની અદાવતમાં આ ત્રણેય શખ્સોએ સમીર સાથે વિવાદ કર્યો હતો. ત્રણેય શખ્સોએ જૂની અદાવતમાં સમીરને ગંદી ગાળો આપી હતી. જે બાદ મામલો વણસ્યો હતો. એવો પણ આરોપ છે કે, ઉશ્કેરાયેલા ત્રણેય શખ્સોએ ગંદી ગાળો આપ્યા બાદ સમીરને માર માર્યો હતો. બાદમાં ત્રણેય શખ્સોએ તિક્ષ્ણ હથિયારથી સમીર પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં સમીરના બંને હાથના કાંડાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તે લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો.
આ ઘટના બાદ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. સમીરને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ સમીરને સારવાર આપવાનું શરૂ કર્યુ હતુ. જો કે, મોટી સંખ્યામાં સમીરનું લોહી વહી ગયુ હોવાથી તેની સ્થિતિ ગંભીર હતી. ત્યારે સારવાર દરમિયાન આજે સમીરનું મોત નીપજ્યુ હતુ. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પહોંચી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. બાદમાં મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો હતો. આજે મોડી સાંજે મૃતકની અંતિમ વિધી યોજાઈ હતી. ત્યારે પોલીસે આ મામલે ફરાર ત્રણેય આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ફિલ્મ અતરંગી રેના પ્રમોશન માટે મીઠીબાઈ કોલેજ પહોંચી સારા અલી ખાન, કર્યું કેક કટિંગ
આસપાસના શહેરોના સમાચાર
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
Gujarati News from I Am Gujarat, TIL Network
[ad_2]
Source link
















Leave a Reply