[ad_1]
Manishkumar Kapadia | I am Gujarat | Updated: Nov 27, 2021, 4:31 PM
રાજકોટના ગોંડલ હાઈવે પર આવેલા જામવાડી-ચોરડી નજીક બાઈક અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક પર જઈ રહેલા દંપતિમાંથી મહિલાનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યુ હતુ

હાઈલાઈટ્સ:
- એક દંપતી બાઈક પર ગોંડલ હાઈવે પરથી પસાર થઈ રહ્યુ હતુ
- ત્યારે ટ્રક અને બાઈક વચ્ચે કોઈ કારણોસર અકસ્માત સર્જાયો હતો
- આ અકસ્માતમાં દંપતીમાંથી મહિલાનુ ઘટના સ્થળે જ કરૂણ મોત થયુ
બનાવની વિગત એવી છે કે, બાઈક સવાર દંપતી રાજકોટના ગોંડલ નજીકથી હાઈવે પર પસાર થઈ રહ્યું હતું. એ સમયે ત્યાંથી એક ટ્રક આવી રહ્યો હતો. કોઈ કારણોસર ટ્રક અને બાઈક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. ટ્રકની ટક્કર વાગતા બાઈક પર જઈ રહેલું દંપતી નીચે પટકાયુ હતુ. જે બાદ અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ અકસ્માત સર્જાયો ત્યારે ત્યાંથી રાજ્યના પૂર્વ મંત્રી જયેર રાદડિયા પણ પસાર થઈ રહ્યા હતા.
અકસ્માતની ઘટના જોઈએ તેઓએ પોતાની કાર હાઈવે પર રોકાવી હતી માનવતા વ્યક્ત કરી હતી. બાદમાં તેઓ તેઓ ત્યાં દોડી આવ્યા હતા. તેઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાને ફોન કર્યો હતો. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ સેવા ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તો અકસ્માતની ઘટનાના પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને પણ કરવામાં આવી હતી.
જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો હતો. ત્યારે આ અકસ્માત કેવી રીતે સર્જાયો અને કોની ભૂલ છે એ જાણવા માટે પણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. તો અકસ્માતમાં બાઈક પર જઈ રહેલા દંપતિમાંથી મહિલાનું મોત થતા તેના પરિવારમાં પણ શોકનો માહોલ છવાયો છે.
વાવના રામકથાકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આપી ખૂલ્લી ધમકી
આસપાસના શહેરોના સમાચાર
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
Gujarati News from I Am Gujarat, TIL Network
[ad_2]
Source link
Leave a Reply