[ad_1]
Mitesh Purohit | I am Gujarat | Updated: Nov 24, 2021, 4:24 PM
કરિયાવરમાં આપેલા દાગીના, કેનેડામાં યુવતીએ નોકરી કરીને કમાયેલા રુપિયા અને તેની દરેક કિંમતી વસ્તુઓ લઈને ઘરમાંથી કાઢી મૂકી.

પ્રતિકાત્મક તસવીર
હાઈલાઈટ્સ:
- 2019માં કોર્ટ મેરેજ થયા હતા અને લગ્નના બે દિવસમાં પતિ મનીષ કેનેડા ચાલ્યો ગયો હતો.
- સાસુ સસરાએ પણ કહ્યું કે મારા દિકરાએ માગ્યા તેમ પૈસા લઈ આવજે નહિતર ઘરમાં રહેવા દેવાની નથી.
- 2020માં નિલમબહેન પતિ સાથે કેનેડા ગયા હતા. જ્યાં પણ પતિ તેની સાથે વારંવાર ઝગડા કરતો હતો.
બોપલ શીલજ ખાતે રહેતી અને લગ્ન બાદ પતિ સાથે કેનેડા ગયેલી પરિણીતાને દહેજ માટે ત્રાસ આપવામાં આવતો હતો. કેનેડાથી પતિ સાથે પરત આવ્યા બાદ સાસુ સસરા પણ યોગ્ય કરિયાવર આપ્યું નથી કહીને પરેશાન કરવા લાગ્યા હતા. પતિએ તેની પત્નીને વાળ પકડીને ઘરમાંથી હાંકી કાઢતા આ અંગે ગ્રામ્યપોલીસનાં મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ બનાવની વિગત મુજબ સાઉથ બોપલમાં કાવેરી પ્રથમ ખાતે રહેતા નિલમબહેનનાં 2019માં મનીષકુમાર બચાની સાથે કોર્ટ મેરેજ થયા હતા. લગ્નનાં બે દિવસ બાદ પતિ મનીષ કેનેડા ગયો હતો અને નિલમબહેન શીલજની સાસરીમાં બે મહિના રોકાયા હતા.
એકાદ વર્ષ બાદ મનીષ કેનેડાથી પરત આવ્યો હતો. નિલમબહેનને કેનેડા લઈ જવા તેમના પિયરમાંથી પૈસા લઈ આવવા અવારનવાર કહેતો હતો. 2020માં નિલમબહેન પતિ સાથે કેનેડા ગયા હતા. જ્યાં તે નિલમબહેનને તુ મરી કેમ જતી નથી કહીને ઝઘડા કરતો હતો. 2021માં બન્ને પરત અમદાવાદ શીલજ આવ્યા હતા. જ્યાં પતિએ તારા માતાપિતાને ત્યાંથી પૈસાની વ્યવસ્થા કરાવી આપજે, તારા મા-બાપે યોગ્ય કરિયાવાર આપ્યું નથી કહીને ઝઘડો કર્યો હતો.
સાસુ સસરાએ પણ મારા દિકરાએ કહ્યું તેમ પૈસા લઈ આવજે નહિતર ઘરમાં રહેવા દેવાની નથી. સાસુ અને પતિએ નિલમબહેનને મૂઢ માર મારી વાળ પકડી ઘરની બહાર કાઢી મુક્યા હતા. અગાઉ તે કરિયાવરમાં જે સોનાચાંદીના દાગીના, ડિગ્રીના ડોક્યુમેન્ટ, કેનેડામાં નોકરી કરેલ દરમિયાનનાં ઘરમાં પડેલા નાણાં તે કંઈ પણ તને આપવાનું નથી. પિયરમાંથી દાગીના અને પૈસા લાવ્યા બાદ ઘરમાં પગ મુકવા દઈશું કહીને ધમકી આપી હતી. પતિએ તો હું કેનેડા જઈ બીજા લગ્ન કરી લઈશ એવી ધમકી આપી હતી. આ અંગે નિલમબહેને ગ્રામ્ય પોલીસનાં મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ મનિષ, સાસુ પુજાબહેન અને સસરા હીરાનંદ બચાની સામે ફરિયાદ નોંધાવી હતી.
આસપાસના શહેરોના સમાચાર
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
Gujarati News from Iam Gujarat, TIL Network
[ad_2]
Source link
Leave a Reply