woman claims red fort: મહિલાએ ઐતિહાસિક લાલ કિલ્લા પર કર્યો દાવો, કોર્ટમાં કહ્યું- મુગલ ખાનદાનની વિધવા છું – the woman claims on red fort, telling the court that i am the widow of the mughal dynasty

[ad_1]

હાઈલાઈટ્સ:

  • 68 વર્ષીય મહિલાએ લાલ કિલ્લા પર કર્યો દાવો, દિલ્હી હાઈકોર્ટમાં કરી અરજી
  • બહાદૂર શાહ ઝફરના પ્રપૌત્ર મિર્ઝા મોહમ્મદ બેદાર બખ્તની પત્ની હોવાનું જણાવ્યું
  • દિલ્હી હાઈકોર્ટે મહિલાની અરજી ફગાવી, કહ્યું- તમે બહું વિલંબ કરી દીધો

દિલ્હી હાઈકોર્ટમાં એક મહિલાએ ઐતિહાસિક લાલ કિલ્લા પર માલિકીનો હક્ક દર્શાવતી અરજી કરી હતી. મહિલાએ હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે, તે મુગલ બાદશાહ બહાદૂર શાહ ઝફરના પ્રપૌત્રની વિધવા છે. અને આ કારણે તે પોતાને લાલ કિલ્લાની કાયદેસરની વારસદાર છે. જો કે, હાઈકોર્ટે મહિલાની આ દલીલને ધ્યાને લીધી ન હતી અને તમને 150 વર્ષ બાદ કેમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા તેવો વેધક સવાલ કરીને મહિલાની અરજીને ફગાવી દીધી હતી.

દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી ભારતના પ્રધાનમંત્રી સ્વતંત્રતા પર્વના દિવસે ત્રિરંગો ફરકાવે છે. તેવામાં 68 વર્ષીય સુલ્તાના બેગમ નામની મહિલાએ દિલ્હી હાઈકોર્ટમાં લાલ કિલ્લા પર દાવો કરતી અરજી કરતાં ચકચાર મચી જવા પામી હતી. સુલ્તાના પશ્ચિમ બંગાળના હાવડાના સ્લમ વિસ્તારમાં રહે છે. લાલ કિલ્લા પર પોતાનો હક્ક દર્શાવતી અરજીમાં મહિલાએ દાવો કર્યો હતો કે, તે મુગલ બાદશાહ બહાદૂર શાહ ઝફરના પ્રપૌત્રની વિધવા છે. એટલા માટે તે પરિવારની કાયદેસરની વારસદાર હોવાને કારણે લાલ કિલ્લા પર માલિકી હક્ક રાખે છે.
આધાર-વોટર આઈડી લિંક કરવાનું બિલ લોકસભામાં પાસ, શું છે નફો-નુકસાન?
આ ઉપરાંત સુલ્તાના બેગમે હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે, 1857માં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા જબરદસ્તીથી લાલ કિલ્લા પર કબ્જો જમાવી દીધો હતો. અરજીકર્તા સુલ્તાના બેગમે આ ઉપરાંત કહ્યું હતું કે તે બહાદૂર શાહ ઝફરના પ્રપૌત્ર મિર્ઝા મોહમ્મદ બેદાર બખ્તની પત્ની છે, જેઓનું 22 મે 1980ના રોજ મૃત્યુ થઈ ગયું હતું.

જો કે, દિલ્હી હાઈકોર્ટ દ્વારા મહિલાની અરજી પર વિચાર કરીને તેને ફગાવી દીધી હતી. અરજીને ફગાવતાં દિલ્હી હાઈકોર્ટના જજ રેખા રેખ્ખા પલ્લીની એકલ પીઠે કહ્યું કે, 150થી વધારે વર્ષો બાદ કોર્ટનો દરવાજો ખટખટાવવામાં આવ્યો છે અને તેનો કોઈ અર્થ નથી. આ ઉપરાંત કોર્ટે કહ્યું કે, જ્યારે સુલ્તાનાના પૂર્વજોએ લાલ કિલ્લા પર દાવાને લઈને કાંઈ કર્યું નથી તો આ મામલે કોર્ટ શું કરી શકે છે.
છોકરીઓ માટે લગ્નની ઉંમર 18થી વધારીને 21 વર્ષ કરવાના વિરોધમાં કેમ છે કોંગ્રેસ પાર્ટી?
આ ઉપરાંત દિલ્હી હાઈકોર્ટના જજ દ્વારા અરજી માટે આટલો વિલંબ કરવા મામલે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. જજે કહ્યું કે, આમ તો મારું ઈતિહાસ ખુબ જ નબળું છે, પણ જો તમે દાવો કરો છો કે 1857માં બ્રિટિશ ઈન્ડિયા ઈસ્ટ કંપની દ્વારા તમારી સાથે અન્યાય કરવામાં આવ્યો તો અધિકારનો દાવો કરવામાં 150 વર્ષોથી વધારેનો વિલંબ કેમ થયો? તમે આટલા વર્ષોથી શું કરી રહ્યા હતા.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *