[ad_1]
હાઈલાઈટ્સ:
- કપરાડામાં રહેતી મહિલાને વિધર્મી યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો
- વાતની જાણ થતા પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા
- પત્નીએ વિધર્મી પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાખી હતી
બનાવની વિગત એવી છે કે, કપરાડાના ચાવશાળા ગામના ધાયિતપાડ ફળિયામાં આવેલા એક ખેતરમાંથી ગઈ 24 નવેમ્બરે એક પુરૂષની લાશ મળી આવી હતી. વાતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે તપાસ કરતા સામે આવ્યુ કે આ લાશ એ જ ફળિયામાં રહેતા અને છૂટક મજૂરીકામ કરતા શંકર કાશીરામ ચૌધરની હતી. આ ઘટના બાદ પોલીસે મૃતકની પત્ની સંગીતા ચૌધરી, મૃતકના મોટા ભાઈ મગન કાશીરામ ચૌધરી તથા અન્ય ગ્રામજનોની પૂછપરછ આદરી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મૃતકની પત્ની સંગીતાના વાપીના ભડકમોરા ખાતે રહેતા અશફાક ઉર્ફે સાહિલ મુમતાઝ શાહ સાથે પ્રેમ સંબંધ ચાલી રહ્યા હતા. તે તેના વિધર્મી પ્રેમીને પામવા માગતી હતી. એટલે તેણે તેના પતિને રસ્તામાંથી હટાવી દેવાનો પ્લાન બનાવ્યો હતો. પોલીસે આરોપી સંગીતાને ઝડપી પાડીને કડક પૂછપરછ કરી હતી. જે બાદ સંગતી પડી ભાંગી હતી. ત્યારબાદ તેણે પોલીસને જણાવ્યું કે, તે વાપી ખાતે છૂટક મજૂરીકામ માટે જતી હતી.
આજથી બે ત્રણ વર્ષ પહેલાં તેની ઓળખ વાપીના ભડકમોરામાં પંક્ચરની દુકાન ચલાવતા અશફાક સાથે થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા હતા. આ વાતની જાણ તેના પતિને પણ થઈ ગઈ હતી. જેથી બંને વચ્ચે અવારનવાર વિવાદ પણ થતો હતો. એટલે સંગીતાએ પોતાના પ્રેમ સંબંધમાં આડખીલી બનતા પતિને રસ્તામાંથી હટાવી દેવા માટે વિધર્મી પ્રેમી સાથે યોજના બનાવી હતી.
ગઈ 23 નવેમ્બરના રોજ સંગીતાએ તેના પ્રેમી અશફાકને પોતાના સાગરિત સાથે ઘરમાં બોલાવ્યો હતો. એ પછી મોડી રાત્રે ઊંઘી ગયેલા શંકર ચૌધરીની આરોપીઓએ હત્યા કરી નાખી હતી. હત્યા બાદ શંકર ચૌધરની લાશને તેઓ ઘરથી થોડે દૂર એક ખેતરમાં ફેંકી આવ્યા હતા. ત્યારબાદ અશફાક અને તેનો સાગરિત કપડા બદલીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
આરોપી પ્રેમીને પોલીસે મધ્ય પ્રદેશમાંથી ઝડપ્યો
હત્યાની ઘટનાને અંજામ આપ્યા પછી આરોપી અશફાક તેના પિતરાઈ સાથે યૂપી જવા માટે રવાના થયો હતો. તે યૂપીના કુશ્તીનગર જવા માટે રવાના થયો હતો. ત્યારે પોલીસે આરોપીને મધ્ય પ્રદેશથી ઝડપી પાડ્યો હતો અને કપરાડા લઈ આવ્યા હતા. પોલીસે જ્યારે તેની પ્રાથમિક પૂછપરછ કરી તો અશફાક પડી ભાંગ્યો હતો અને તેણે આખી ઘટનાની કબૂલાત કરી હતી.
હોમગાર્ડ જવાને પાડેલા ફોટોએ પકડાવ્યા
આ મામલે ડીએસપી ડૉ. ઝાલાએ જણાવ્યું કે, આ ઘટનાની મોડી રાત્રે હોમગાર્ડના જવાનો કપરાડાના દભાડી પાસે ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે ઈઠ્ઠલભાઈ શકારામ ચૌધરી, ઉમેશભાઈ ભુવાનભાઈ ચૌધરી અને વિનેશભાઈ રમેશભાઈ ચૌધરીએ આરોપીઓને શંકાના આધારે રોક્યા હતા. બાદમાં તેઓની પૂછપરછ કરીને તેઓના ફોટા પણ પાડી લીધા હતા. આ ફોટો મૃતકના મોટા ભાઈ અને ગ્રામજનોને પણ બતાવવામાં આવ્યા હતા. ત્યારે ખબર પડી કે આરોપીએ સંગીતા સાથે મળીને હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. જોકે, આરોપીઓ યૂપી નાસી જવા માટે નીકળ્યા હતા અને ત્યારે મધ્ય પ્રદેશથી તેઓને ઝડપી પાડ્યા હતા.
બોપલમાં વેચાતા આ ‘ઓરિયો ભજીયા’નો ટેસ્ટ તમે કર્યો કે નહીં?
[ad_2]
Source link
Leave a Reply