wedding ceremony: પાટણઃ ડીજેના તાલ પર નાચી રહ્યા હતા જાનૈયાઓ, વરરાજાને લઈને ભાગી ગઈ ઘોડી – horse run away with groom during wedding ceremony in patan

[ad_1]

લગ્ન પ્રસંગમાં વરરાજાનો વરઘોડો કાઢવામાં આવે છે અને તેમાં ઘણી વખત ઘોડો નાચતી વખતે વરરાજા પડી ગયા હોય તેવી ઘણા કિસ્સાઓ બનતા હોય છે. પરંતુ પાટણના હારીજ તાલુકાના રોડા ગામે એક વિચિત્ર ઘટના બની હતી. જેમાં વરઘોડામાં જાનૈયાઓ નાચવામાં વ્યસ્ત હતા ત્યારે ઘોડી અચાનક જ ભડકી હતી અને તે વરરાજાને લઈને ભાગી ગઈ હતી.

રોડા ગામે યુવકના લગ્નનો વરઘોડો નીકળ્યો હતો અને તમામ જાનૈયાઓ નાચવામાં વ્યસ્ત હતા. વરરાજાને ઘોડી પર બેસાડ્યા હતા અને ઘોડીને ખાટલા પર નચાવવામાં આવી હતી. તેવામાં અચાનક જ ઘોડી ભડકી હતી અને તે બેકાબૂ બની ગઈ હતી. ઘોડીનો માલિક પણ તેને કાબૂમાં કરી શક્યો ન હતો.

તેવામાં અચાનક ઘોડી જાનૈયાઓ નાચી રહ્યા હતા તેની વચ્ચેથી વરરાજાને લઈને ભાગી ગઈ હતી. જેના કારણે જાનૈયાઓ પણ નાચવાનું બંધ કરીને ઘોડીને પકડવા તેની પાછળ દોડ્યા હતા. જ્યારે ઘોડીનો માલિક પણ ઘોડીને પકડવા માટે પાછળ દોડ્યો હતો. ઘોડી પર વરરાજા હોવાના કારણે તેના પરિવાર સહિત તમામ જાનૈયાઓનો શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જોકે, બાદમાં વરરાજા હેમખેમ પરત ફર્યો હતો અને પરિવારજનોને રાહત થઈ હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *