Vibrant Gujarat Global Summit 2022: વાયબ્રન્ટ ગુજરાતઃ જર્મન-ડચ ડેલિગેટ્સને ધોલેરામાં મૂડીરોકાણની તકો પ્રદર્શિત કરાઈ – vibrant gujarat global summit 2022 dholera exhibits investment opportunities to german & dutch delegates

[ad_1]

ગુજરાતમાં મૂડીરોકાણને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે વાયબ્રન્ટ ગુજરાતનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ વાયબ્રન્ટ ગુજરાતનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ-2022ના ભાગ રૂપે એક વર્ચ્યુઅલ રોડ શો અને બેઠક યોજવામાં આવી હતી. જેમાં જર્મન અને ડચ ડેલિગેટ્સને ધોલેરામાં મૂડીરોકાણ માટેની અનોખી તકો અંગે જાણકારી આપવામાં આવી હતી.

આ રોડ શોમાં ધોલેરાની અનોખી લાક્ષણિકતાઓ, બિઝનેસ અને મૂડીરોકાણની તકોને દર્શાવીને રોકાણકારોને ગ્રીનફિલ્ડ ઈન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટીમાં મૂડીરોકાણના લાભ અને તકો અંગે જણાવવામાં આવ્યું હતું.

સચિવ, ગ્રામ વિકાસ અને ગ્રામ વિકાસ કમિશનર સોનલ મિશ્રાની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતમાં મૂડીરોકાણની તકો તથા સહાયકારી નીતિઓ, ભવિષ્યલક્ષી માળખાકિય સુવિધાઓ અને રાજ્યના સક્રિય શાસન જેવા પાસા દર્શાવીને જર્મન અને ડચ કંપનીઓને મૂડીરોકાણ માટે ધોલેરા એક યોગ્ય સ્થળ હોવાની માહિતી આપવામાં આવી હતી.

આ અંગે ધોલેરા ઈન્ડસ્ટ્રિયલ સિટી ડેવલોપમેન્ટ લિમિટેડના જનરલ મેનેજર દિલીપ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, ધોલેરા જંગી ઔદ્યોગિક વિકાસ માટેની તકો અને પડકારો માટે કટિબદ્ધ છે. તેમણે જર્મની અને નેધરલેન્ડ્સની કંપનીઓને ધોલેરામાં મૂડીરોકાણ કઈ રીતે વિકસી રહ્યું છે તે સમજવા માટે રૂબરૂ આવવા આમંત્રણ પણ પાઠવ્યું હતું.

ભારતીય એલચી કચેરીના ચીફ ઓફ મિશન રચિતા ભંડારીએ જર્મનીને ભારતના મહત્વના ટ્રેડિંગ પાર્ટનર્સમાંના એક તરીકે ગણાવ્યું હતું. તેમણે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022ના પાર્ટનર તરીકે નેધરલેન્ડનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. ઈન્વેસ્ટ ઈન્ડિયાના આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ જયંત સિંઘે મેક ઈન ઈન્ડિયા અંગે જાણકારી આપી હતી અને તેના 25 ફોકસ કેન્દ્રો અંગે જણાવીને ભારતમાં મૂડીરોકાણ અંગેની માહિતી આપી હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *