- આપણી ભીતરમાં વિનય, વિવેક અને ઔચિત્ય, પાલન નામનો ધર્મ હોવો જ જાઇઍ જ્યાં ધર્મ છે ત્યાં જ સાચા અર્થમાં વિજ્યોત્સવ ઉજવાય છે
સુરત,
સમસ્ત વેસુ જૈન સંઘ સ્થિત આ.શ્રી અરવિંદસૂરિ સાધના મંદિર શ્રમણી ભવનના શિલાન્યાસનો પ્રસંગ પૂ.મુનિશ્રી દિવ્યરત્નવિજયજી મ.પૂ.પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મ. અને પૂ.પં.શ્રી શ્રુતરત્નવિજયજી મ.આદિ શ્રવણ-શ્રમણી ભગવંતોની પાવન નિશ્રામાં રંગેચંગે ઉજવાયો હતો. વાવ પંથક સમાજના મોવડીઓ તેમજ વેસુ જૈન સંઘના ભાવુકો આ પુનિત ક્ષણે ઉપસ્થિત રહ્ના હતા. શિલાન્યાસની વિધિ પછી પધારેલા ભાવુકોની નવકારશી આ.ઓમકારસૂરિજી આરાધનાવ ભવનમાં રાખી હતી.
નવપદ ભકિત મહોત્સવના ચતુર્થ દિવસે પૂ.આ.શ્રી ઓમકારસૂરિજી આરાધના ભવનના વેસુ જૈન સંઘમાં પૂ.પંન્યાસપ્રવર શ્રી પદ્મદર્શનવિજયજી મહારાજે જણાવ્યું હતું કે, ઉપાધ્યાય ભગવંત વિનયના ભંડાર છે. આચાર્ય ભગવંત રાજાના સ્થાને છે તો ઉપાધ્યાય ભગવંત યુવરાજના સ્થાને છે. શ્રમણ ભગવંતો સંસારનો ત્યાગ કરી સંયમનો માર્ગ સ્વીકારે છે. સંયમીઓના જીવનને વાચના અને વાત્સલ્ય દ્વારા ઉપાધ્યાય ભગવંતો સ્થિરીકરણનું શ્રેષ્ઠ કાર્ય કરી રહ્ના છે. કોઇના ઉથલી પડેલા જીવનનું સ્થિરીકરણ કરવું ઍ શ્રેષ્ઠ કર્તવ્ય છે. ઉપાધ્યાય ભગવંતનું કાર્ય માતાનું છે. માતા સમસ્ત ઘરનું પાવરહાઉસ છે. જા પાવર હાઉસમાંથી લાઇટ ચાલી જાય તો સર્વત્ર અંધકાર છવાઇ જાય છે. મા જા સંસ્કારી હશે તો સંતાનોમાં સંસ્કારોનું અવતરણ થશે.
સમાજના પ્રત્યેક માતૃવર્ગમાં ધર્મ ઓતપ્રોત થવો જાઇઍ. જેથી સમગ્ર પરિવારમાં ધર્મ પ્રસરે. નથ વિનાનો બળદ નકામો અને નિયમ વિનાનો મરદ નકામો. નથ બળદને અંકુશિત કરે છે અને નિયમ જીવનને નિયંત્રિત કરે છે. આજે નિયંત્રણ કયાંય રહ્નાં નથી. જ્યાં ને ત્યાં સ્વચ્છંદતાનો પ્રવેશ થઇ ચુકયો છે. દશેરાના દિવેસ આસુરી તત્ત્વના દહન માટે સંકલ્પ કરવો જાઇઍ. આપણી ભીતરમાં પણ આસુરી તત્ત્વોઍ ઘૂસપેટ કર્યો છે. પ્રભુની પાસે સંકલ્પ કરીને દોષીના દહન માટે પુરૂષાર્થ કરવો જાઇઍ. ગુણોના ક્ષેત્રે આપણો પરાભવ થઇ રહ્ના છે અને દોષોના ક્ષેત્રે આપણો વિજય થઇ રહ્ના છીઍ. આપણી ભીતરમાં વિનય, વિવેક અને ઔચિત્ય, પાલન નામનો ધર્મ હોવો જ જાઇઍ જ્યાં ધર્મ છે ત્યાં જ સાચા અર્થમાં વિજ્યોત્સવ ઉજવાય છે.
Leave a Reply