vapi news: વાપી: દેગામમાં સરપંચ પદના મહિલા ઉમેદવારના પતિ ભેદી સંજોગોમાં ગુમ – husband of sarpanch candidate in degam missing under mysterious circumstances from vapi

[ad_1]

હાઈલાઈટ્સ:

  • રમણભાઈ નાનાપોઢા જવાનું કહીને બાઈક લઈને નીકળ્યા હતા, પરંતુ પરત ઘરે ન ફર્યા
  • તેમણે પંચાયત વોર્ડના સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી હતી, ચૂંટણી પહેલા જ ગાયબ!
  • અપહરણની કરાયાની આશંકા વ્યક્ત કરતા પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ છે

વાપી: વાપી તાલુકાના દેગામમાં સરપંચ પદના મહિલા ઉમેદવારના પતિ 5 દિવસથી ભેદી સંજોગોમાં ગુમ થયા હોવાનું સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર પતિ 4 દિવસ પહેલા નાનાપોઢા જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ પરત નહોતા ફર્યા. એ પણ જાણવા મળ્યું છે કે, મહિલાના પતિએ પણ વોર્ડના સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી હતી. જો કે, ચૂંટણી પહેલા જ ભેદી સંજોગોમાં ગાયબ થતાં અપહરણ થયું હોવાની આશંકાએ ફરિયાદ નોંધાવતા સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે.
સરપંચ પદના મહિલા ઉમેદવારનું પરિણામ પહેલા જ હાર્ટએટેકનું મોત નીપજ્યું
રમણભાઈએ વોર્ડના સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી હતી
મીડિયા રિપોર્ટ અનુસાર વાપી દેગામમાં રહેતા રમણભાઈ મંગુભાઈ હળપતિ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નંબર-5ના સભ્ય તરીકે જ્યારે તેમની પત્ની સવિતાબેન હળપતિએ સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. દરમિયાન 16 ડિસેમ્બરના રોજ સાંજે રમણભાઈ ઘરે નાનાપોઢા જવાનું કહીને બાઈક પર નીકળ્યા હતા, પરંતુ પરત ઘરે ન આવતા પરિવાર ચિંતામાં મુકાયો હતો. શોધખોળ બાદ પણ ક્યાંય પત્તો ન લાગતા ડુંગરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અપહરણની આશકાં, પોલીસે સઘન શોધખોળ હાથ ધરી
ઉલ્લેખનીય ચે કે, ભેદી સંજોગોમાં ગુમ થયેલા રમણભાઈ વર્ષો સુધી ગામના સરપંચ રહ્યા હતા. જો કે, આ વર્ષે ચૂંટણીમાં મહિલા બેઠક આવતા પત્નીને સરપંચ પદના ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા હતા અને પુત્રીને પણ વોર્ડના સભ્ય તરીકે ઉભી રાખી હતી. જો કે, ચૂંટણી પહેલા જ ગાયબ થઈ જતાં તેમનું અપહરણ કરાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેથી પોલીસ દ્વારા તેમની સધન તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *