valsad lynching: વલસાડઃ લિવ-ઈનમાં રહેતાં યુવકે લગ્નની ના પાડી, પંચની સામે યુવતીના પરિવારે કરી હત્યા – valsad police arrested 7 people over fiance refuses to marry live-in partner case

[ad_1]

હાઈલાઈટ્સ:

  • વલસાડમાં યુવતીના પરિવારજનોએ 20 વર્ષીય યુવકની હત્યા કરી
  • 3 વર્ષ અગાઉ સગાઈ થઈ હતી, 1 વર્ષથી લિવ-ઈન રિલેશનશિપમાં રહેતો હતો
  • તેમ છતાં યુવકે લગ્નની ના પાડતાં નારાજ પરિવારજનોએ યુવકને મોત ઘાટ ઉતાર્યો

વલસાડમાં સગાઉ બાદ 20 વર્ષીય યુવક પોતાની મંગેતર સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતો હતો. જો કે, લિવ-ઈનમાં રહ્યા બાદ આ યુવકે યુવતી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જે બાદ યુવતીના પરિવારે આ મામલે પંચ ભેગું કર્યું હતું. જો કે, પંચ સમક્ષ પણ યુવકે લગ્ન કરવાની ના પાડી દીધા બાદ, યુવતીના પરિવારજનોએ તેને ઢોર માર માર્યો હતો. જેને કારણે યુવકનું મોત નિપજ્યું હતું. આ મામલે પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

3 વર્ષ પહેલાં કરી હતી સગાઈ, 1 વર્ષ સુધી લિવ-ઈનમાં રહ્યો, છતાં લગ્ન કરવા ના પાડી

આ ઘટના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના આસલોન ગામની છે. રવિવારે 20 વર્ષીય સંજયની હત્યા કરી દેવામાં આવી હતી. જે મામલે પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, 3 વર્ષ અગાઉ યુવકની યુવતી સાથે સગાઈ થઈ હતી અને છેલ્લા એક વર્ષથી તે યુવતી સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતો હતો. જો કે, લિવ-ઈનમાં રહ્યા બાદ યુવકે યુવતી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

યુવકે લગ્ન માટેની ના પાડતાં યુવતીના પિતાએ પંચને મધ્યસ્થી કરવા વિનંતી કરી

યુવકને લગ્ન માટે યુવતીના પરિવારજનોએ અનેક વખત સમજાવ્યો હતો. જો કે, તે બાદ યુવતીના પિતા લક્ષ્મણભાઈએ ગામમાં પંચાયતને મધ્યસ્થી કરવા માટે કહ્યું હતું. જો કે, પંચ સમક્ષ રજૂઆત સમયે યુવક અને યુવતીના પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. અને ત્યારબાદ યુવતીના પરિવારજનો સંજય પર તૂટી પડ્યા હતા. જે બાદ સંજયને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પણ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

યુવકને માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલાં વિડીયોમાં જોઈ શકાય છે કે, યુવતીના પરિવારજનો સંજયને ઢોર માર મારી રહ્યા છે. જે બાદ સંજય એક ખાડામાં પડી જાય છે. તેમ છતાં પણ યુવતીના પરિવારજનો તેને માર મારવાનું છોડતાં નથી. આ વચ્ચે અમુક ગ્રામજનો દ્વારા વચ્ચે પડીને સંજયને બચાવવાનો પ્રયાસ પણ કરવામાં આવે છે. તેમ છતાં તેઓએ સંજયને બેરહેમીપૂર્વક માર મારે છે.

યુવકની હત્યાના કેસમાં પોલીસે 7 આરોપીઓને ઝડપ્યા

યુવતીના પરિવારજનોના મારથી સંજયનું મોત નિપજ્યું હતું. જે બાદ સંજયના પિતા આનંદ દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધીને લક્ષ્મણ ગાવલી, ઉત્તમ ગાવલી, છગન ગાવલી, રમણ ગાવલી, સીતાભાઈ ગાવલી, સુનિલ ગાવલી અને મધુ ગાવલીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *