vadodara crime news: WhatsApp સ્ટેટ્સ પર યુવતીનો ફોટો મૂકીને હેરાન કરનાર શખ્સ સામે ફરિયાદ – complaint against a harassing young man for posting a photo of a young woman on whatsapp states

[ad_1]

હાઈલાઈટ્સ:

  • છેલ્લા દોઢ મહિનાથી હેરાન-પરેશાન થયેલી યુવતીએ આખરે પોલીસ ફરિયાદ નોંધાવી
  • યુવતીના ભાઈના મિત્રની કરતૂત, પોલીસે છેતરપિંડીની ફરિયાદ નોંધી તપાસ હાથ ઘરી
  • યુવતીનો ભાઈ અને આરોપી અગાઉ એકસાથે રેસ્ટોરન્ટ ચલાવતા હોવાનું સામે આવ્યું

વડોદરા: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના એક ગામમાં રહેતી યુવતીને હેરાન કરવા બદલ પોલીસ ફરિચાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર 20 વર્ષીય યુવતીને વોટ્સએપ પર મેસજ રીને તેમજ યુવતીને લગતા સ્ટેટસ મુકીને હેરાન કરતા શખ્સ સામે યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર તે બ્યૂટી પાર્લરનો વ્યવસાય કરે છે. 10 વર્ષ પહેલા તે વડોદરામાં રહેતા હતા ત્યારે મોટાબાઈ સમા સાવલી રોડ પર આવેલી રિયા રેસ્ટોરન્ટમાં નોકરી કરતો હોવાથી હોટલનું મેનેજમેનન્ટ સંભાળતા અનિલ પાટીલના સંપર્કમાં આવતા મારા ભાઈ સાથે તેની મિત્રતા થઈ હતી. મારા ભાઈ અને અનિલ સાથે સારૂ બનતા બંનેએ દેવગઢબારિયા હાઈવે પર કુલદીપ હોટલનું મેનેજમેન્ટ પોતાના હાથમાં લીધું હતું. જો કે, અનિલ ચાર મહિનાથી હોટલનો હિસાબ ન આપતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

દરમિયાન 13 નવેમ્બરના રોજ યુવતી ઘરે હતી ત્યારે તેના બનેવીએ તેને ફોન કરીને જણાવ્યું કે, અનિલ પાટીલે પોતાના વોટ્સએપ સ્ટેટ્સમાં તારા ફોટા મૂક્યા છે અને સાથે જ જાનું મેં તુઝે બહોત પ્રેમ કરતા હું લખ્યું છે. જેથી યુવતીએ અનિલને ફોન કરતા તેણે કહ્યું કે, ઈસમે ગલત ક્યા હે, મુઝે જો લગતા હે મેને વહી રખા હે. ત્યારબાદ પણ અનિલ વારંવાર યુવતીના ફોટા સ્ટેટ્સ પર મૂકતો હતો.

જ્યારે યુવતી તેને આવું કરવાની ના પાડતી ત્યારે તે તેને મિસ યુ જાન, જાન આઈ લવ યુ જેવા મેસેજ કરીને હેરાન પરેશાન કરતો હતો. છેલ્લા દોઢ મહિનાથી અનિલ પાટિલના આવા કૃત્યથી કંટાળીને આખરે યુવતીએ સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

[ad_2]

Source link