vadodara boiler blast case: બોઈલર બ્લાસ્ટ કેસમાં કેમિકલ કંપનીના બે ડાયરેક્ટર સામે માનવ વધનો ગુનો – vadodara boiler blast case 2 directors booked for culpable homicide

[ad_1]

હાઈલાઈટ્સ:

  • શુક્રવારે કેન્ટોન લેબોરેટરીઝ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના બે બોઇલરમાં બ્લાસ્ટ થયા હતા
  • હૃદય કંપાવનારી ઘટનામાં 4 વર્ષની બાળકી સહિત 4 લોકોના કમકમાટીભર્યા મોત થયા
  • બ્લાસ્ટ થયો તેની નજીકમાં જ કંપનીએ કામદારો માટે રહેવા માટે ઓરડી બનાવી હતી

વડોદરા: શહેરના મકરપુરા GIDC સ્થિત વડસર બ્રિજ પાસે આવેલી કેમિકલ કંપનીમાં બોઈલરમાં બ્લાસ્ટ થવાની ઘટનામાં ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા હતા તે કેન્ટોન લેબોરેટરીઝ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટરો સામે શનિવારે માનવ વધનો ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી છે. કેમિકલ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં ચાર લોકોના મોત થયા હતા અને 11 લોકો ઘાયલ થયા હતા. મૃતકો પૈકી 2 જણા જ્યાં બોઈલર બ્લાસ્ટ થયો તેની નજીકમાં જ રહેતા હતા.

ઘટનાસ્થળ પાસે બનાવેલી ઓરડીમાં રહેતા હતા કામદારો
આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (ACP) એસ બી કુમ્પાવતે જણાવ્યું કે, કેસની તપાસમાં જાણવા મળ્યું કે યુનિટના પ્લાનમાં ચાર રૂમ સ્ટોરેજ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. જોકે, આ ત્રણેય રૂમમાં કામદારો રોકાતા હતા. અત્યાર સુધી એ વાત સામે આવી છે કે આ રૂમમાં રહેતા લોકોમાં વર્ષા ચૌહાણ (30) અને તેમની પુત્રી રિયા ચૌહાણ (4)નો સમાવેશ થાય છે. વર્ષાના પતિ કમલેશ ચૌહાણ, વિનુ ભોઈ અને વિનુનો પુત્ર મહેન્દ્ર ભોઈ પણ રૂમમાં જ રોકાયા હતા.

કેમિકલ કંપનીના બે ડાયરેક્ટર સામે માનવ વધનો ગુનો
પોલીસે ગુનો નોંધતા પહેલા કંપનીના ડિરેક્ટરો, કર્મચારીઓ તેમજ અન્ય લોકોની પૂછપરછ કરી હતી. ડાયરેક્ટર તુષાર પટેલ અને અંકિત પટેલ પર ભારતીય દંડ સંહિતાની કલમ 304, 308 અને 114 હેઠળ માનવ વધનો આરોપ મૂકવામાં આવ્યો છે. માંજલપુર પોલીસે પ્રાથમિક તબક્કે આ બનાવને અકુદરતી મૃત્યુ તરીકે નોંધી તપાસ શરૂ કરી હતી. નિવેદનો અને દસ્તાવેજો એકત્ર કર્યા પછી, ડિરેક્ટરો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

શુક્રવારે બનેલી ઘટનામાં બાળકી સહિત 4નાં મોત થયા હતા
આ ઘટનામાં માતા-પુત્રી સિવાય બે કામદારોના પણ મોત થયા હતા. જેમાં રવિ વસાવા (19) અને સતીશ જોશી (65)નો સમાવેશ થાય છે. જોષી યુનિટમાં બોઈલર ઓપરેટર હતા જ્યારે વસાવા હેલ્પર હતા.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *