untouchability in mandavdhar village: બોટાદના માંડવધાર ગામમાં આજે પણ છે અસ્પૃશ્યતા, MLA જિજ્ઞેશ મેવાણીને સ્થાનિકોએ કરી ફરિયાદ – dalit community in mandavdhar village of botad still faces untouchability mla jignesh mevani exposes it

[ad_1]

હાઈલાઈટ્સ:

  • જિજ્ઞેશ મેવાણીએ ગામની વિવિધ દુકાનોમાં જઈને પૂછપરછ કરી હતી.
  • મંદિરમાં દલિતોને પ્રવેશ ના અપાતો હોવાની ફરિયાદ મળતાં મેવાણી ત્યાં પણ ગયા હતા.
  • ગામવાસીઓ દલિતોને હેરાન કરે તો પોલીસ સુરક્ષા આપવાની વિનંતી પણ મેવાણીએ કરી છે.

અમદાવાદ: બોટાદ જિલ્લાના એક ગામમાં કથિત રીતે છૂત-અછૂતની પ્રથા આજે પણ પાળવામાં આવતી હોવાનો ખુલાસો દલિત એક્ટિવિસ્ટ અને વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કર્યો છે. તેમણે ગામના દલિત રહેવાસીઓ સાથે મળીને શુક્રવારે ફેસબુક લાઈવ દ્વારા આ વાતનો ખુલાસો કર્યો હતો.

ઓમિક્રોનના દર્દીઓમાં જોવા મળે છે ત્રણ મુખ્ય લક્ષણો, ડેલ્ટા વેરિયન્ટથી છે એકદમ અલગ

જિજ્ઞેશ મેવાણીના ફેસબુક લાઈવ વિડીયોમાં તેઓ કહી રહ્યા છે કે, જાહેર સભા માટે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના માંડવધાર ગામમાં પહોંચ્યા હતા. અહીંના સ્થાનિક દલિત યુવાનોએ તેમને ફરિયાદ કરી કે, આ ગામમાં આજે પણ અસ્પૃશ્યતા પાળવામાં આવે છે. મેવાણીના કહેવા અનુસાર, એસસી અને એસટી સમાજના સભ્યોએ ફરિયાદ કરી છે કે, તેમને ગામના મંદિરમાં પ્રવેશ નથી અપાતો, ખાણીપીણીની દુકાનના માલિકો તેમને ત્યાં જમવા નથી દેતા અને વાળંદની દુકાનમાં તેમને સર્વિસ નથી મળતી.

વિડીયોમાં જિજ્ઞેશ મેવાણી સ્થાનિક દલિત યુવાનો અને પોલીસ સબ-ઈન્સ્પેક્ટર સાથે ગામમાં પાઉંભાજીની એક દુકાન પર જાય છે અને ત્યાં જઈને પૂછે છે કે, તેઓ દલિતોને અહીં ખાવા નથી દેતાં? જવાબમાં દુકાન માલિક હા પાડે છે અને કહે છે કે ગામવાસીઓ તેને આમ કરવા નથી દેતા. ત્યારબાદ વિડીયોમાં આગળ મેવાણી અને દલિત ગ્રામજનો પોલીસકર્મીની સાથે સ્થાનિક મંદિરમાં જાય છે. ત્યાં તેઓ સાધુને પૂછે છે કે, સ્થાનિક દલિતોની ફરિયાદ છે કે, તેમને મંદિરમાં પ્રવેશ અપાતો નથી, શું આ સાચું છે? ત્યારે સાધુ કહે છે કે, તે મંદિરે માત્ર દર્શન કરવા આવે છે અને અહીં શું ચાલે છે તેના અંગે જાણ નથી.

વિડીયોમાં જિજ્ઞેશ મેવાણી સ્થાનિક દલિત સમાજના સભ્યોને પોલીસ સુરક્ષા આપવાની વિનંતી પોલીસકર્મીઓને કરતાં જોવા મળે છે. ગામના અન્ય રહેવાસીઓ દલિતો પર વેર વાળે તો પોલીસ સુરક્ષા આપવાની વિનંતી મેવાણીએ કરી હતી.

અ’વાદ એરપોર્ટ પર પ્રવાસીઓને ડ્રોપ કરવા આવતી કારને હવે ₹90 નહીં ચૂકવવા પડે

“અમે સોડાની દુકાનની મુલાકાત પણ લીધી હતી. જ્યાં દુકાનના માલિકે સ્વીકાર્યું કે, તેઓ દલિત સમાજના સભ્યોના ગ્લાસ અલગ રાખે છે. મેં એસસી-એસટી સેલના એડિશનલ ડીજી વિકાસ સહાય સાથે આ મુદ્દે વાત કરી છે અને તેમને વિડીયો પણ મોકલ્યા છે”, તેમ મેવાણીએ જણાવ્યું.

બોટાદના એસપી હર્ષદ મહેતાએ અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, “ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી માંડવધાર ગામની મુલાકાત લીધી હોવાની જાણકારી છે. મેં સ્થાનિક પોલીસકર્મીઓને સૂચના આપી છે કે, દલિત સમાજના સ્થાનિકો તરફથી કોઈ ફરિયાદ મળે તો તેઓ કાર્યવાહી કરે.” આ તરફ મેવાણીના કહેવા અનુસાર, તેમણે ગામના દલિસોને સલાહ આપી છે કે, તેમની સાથે આવું ભેદભાવભર્યું વર્તન ચાલુ રહે અથવા ગાામના અન્ય લોકો બદલો લેવાની કોશિશ કરે તો તેઓ પોલીસ ફરિયાદ કરે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *