[ad_1]
આવી જ બીજી ઘટનામાં રાજકોટમાં આઠ વર્ષની બાળકી પર 16 વર્ષના છોકરા દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ નવાગામ વિસ્તારમાં રહેતી છોકરી આઠ દિવસ પહેલા તેના ઘર નજીકની દુકાનમાંથી ડીટરજન્ટ પાવડર ખરીદવા ગઈ હતી. દુકાન બંધ હોવાથી સગીર યુવતી નજીકમાં આવેલા દુકાનદારના ઘરે ગઈ હતી જ્યાં તે તેના 16 વર્ષના પુત્રને મળી હતી.
છોકરો છોકરીને ડિટર્જન્ટ પાવડર આપવાના બહાને પાછળની બાજુથી દુકાનની અંદર લઈ ગયો અને તેણે કથિત રીતે તેના કપડાં ફાડી નાખ્યા અને દુકાનની અંદર તેના પર બળાત્કાર કર્યો હતો. ઘટના બાદ છોકરી આઘાતમાં સરી પડી અને અસાધારણ વર્તન કરવા લાગી હતી.
જ્યારે છોકરીની માતાએ તેણીના વલણમાં અચાનક બદલાવ પાછળના કારણો વિશે પૂછ્યું, ત્યારે સગીર ભાંગી પડી અને તેણીએ માતાને તેની સાથે થયેલા રેપ વિશે ખુલાસો કર્યો હતો. ફરિયાદના આધારે પોલીસે સગીર આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
[ad_2]
Source link
Leave a Reply