Two man coned Ahmedabad Grocery trader: ગઠિયાઓએ વેપારીને ચૂનો ચોપડ્યો, Paytmથી પેમેન્ટનો મેસેજ આવ્યો પણ રુપિયા ન આવ્યા – two man cheated trader in ahmedabad by showing online payment message

[ad_1]

હાઈલાઈટ્સ:

  • અમદાવાદમાં બે ગઠિયાઓએ કરિયાણાના વેપારીને ડિજિટલ પેમેન્ટના નામે ચૂનો લગાવ્યો.
  • તેલના ડબ્બાનું પેમેન્ટ પેટીએમથી કરશે કહ્યું અને પેમેન્ટ કર્યું જોકે વેપારીને ખાલી મેસેજ આવ્યો રુપિયા મળ્યા નહીં.
  • થોડા દિવસ પછી પણ બેંક એકાઉન્ટમાં રુપિયાનું ટ્રાન્ઝેક્શન ન દેખાતા વેપારીને ભાન થયું કે પોતે છેતરાઈ ગયા.

અમદાવાદઃ હાલ મોટાભાગના વેપારીઓ ડિજિટલ પેમેન્ટ તરફ વળ્યા છે. સાથે સાથે ગ્રાહકો પણ ખિસ્સામાંથી પર્સ કાઢી રૂપિયા ચૂકવવાના બદલે મોબાઈલ કાઢી QR કોડ સ્કેન કરી પેમેન્ટ કરતા થઈ ગયા છે. અત્યારસુધી અનેક એવી ઘટના સામે આવી છે જેમાં આવી એપ્લિકેશન કે ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ સિક્યોર ન હોવાનું સામે આવ્યું છે. ત્યારે શહેરનાં એક વેપારીને પણ આવો જ એક કડવો અનુભવ થયો છે. બે ગઠિયાઓ તેલના ડબ્બા લઈ Paytm મારફતે પેમેન્ટ કરી નીકળી ગયા. વેપારીનાં માણસ પર મેસેજ તો આવ્યો પણ બેન્ક એકાઉન્ટ તપાસતા નાણાં તેમાં ન આવ્યા હોવાથી તેઓએ આ મામલે ફરિયાદ નોંધાવી છે.

બનાવની વિગત મુજબ અમદાવાદમાં છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે. ચેન-સ્નેચિંગ અને વાહન ચોરો તો બેફામ બન્યા જ છે. ત્યારે સાયબર ક્રાઈમની ઘટનાઓ પણ સતત વધી રહી છે. શહેરમાં વેપારીને ડિજિટલ પેમેન્ટ લેવામાં કડવો અનુભવ થયો છે. બે ગઠિયા અમદાવાદના વેપારી પાસેથી તેલના ડબ્બા લઈને Paytm મારફત રુપિયા ટ્રાન્સફર કરીને નીકળી ગયા હતા, જેનો મેસેજ પણ આવ્યો હતો, પરંતુ ખાતામાં રુપિયા આવ્યા નહોતા.

માધવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર શહેરના દિલ્હી દરવાજા ખાતે એક કરિયાણાની દુકાનમાં ગત 30 સપ્ટેમ્બરે બે વ્યક્તિ રિક્ષા લઈને ખરીદી કરવા આવી હતી. 25થી 30 વર્ષની ઉંમરના બે યુવાને તિરુપતિ તેલના 15 કિલોના બે ડબ્બા, જ્યારે ગુલાબ કપાસિયા તેલના 5 લિટરના બે કેરબા ખરીદ્યા હતા, જેની કિંમત 6700 થઈ હતી. માલ ખરીદીને આ બે યુવકોએ વેપારીને કહ્યું હતું કે અમારી પાસે રોકડા રૂપિયા નથી, પરંતુ તમને Paytm મારફત પૈસા ટ્રાન્સફર કરી દઈએ છીએ. વેપારીના મોબાઈલમાં Paytm મારફત પૈસા ટ્રાન્સફર મેળવવા માટે એપ્લિકેશન નહોતી, જેથી તેમણે તેમના નોકરના મોબાઈલમાં એપ્લિકેશન હોવાથી તેના નંબર પર પૈસા ટ્રાન્સફર કરવા કહ્યું હતું.

માલ ખરીદવાવાળાઓએ Paytm મારફત પૈસા ટ્રાન્સફર કરતાં પાંચ મિનિટમાં નોકરના મોબાઈલમાં પૈસા જમા થયાનો મેસેજ આવ્યો હતો. ત્યાર બાદ આ બંને ગ્રાહકો માલ રિક્ષામાં મૂકીને રવાના થયા હતા. બાદમાં નોકરે તેના બેંકના ખાતામાં તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે પૈસા જમા થયા જ નહોતા. વેપારીએ કોઈ ટેક્નિકલ ખામી સમજીને થોડા દિવસમાં પૈસા જમા થશે એમ સમજીને રાહ જોઈ હતી, પરંતુ પૈસા નહીં મળતાં તેમણે માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *