two friend killed in pandesara: પાંડેસરામાં અજાણ્યા શખ્સોએ 2 મિત્રો પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી રહેંસી નખ્યા – double murder in pandesara: two friend killed by unknown person

[ad_1]

| I am Gujarat | Updated: Dec 19, 2021, 7:04 PM

પાંડેસરાના તેરે નામ ચોકડી પાસે બે મિત્રો ઊભા હતા. ત્યારે બાઈક પર બે અજાણ્યા શખ્સો આવ્યા હતા અને તિક્ષ્ણ હથિયારથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા

 

હાઈલાઈટ્સ:

  • પાંડેસરાના તેરે નામ ચોકડી પર બે મિત્રોને મોતને ઘાટ ઉતારી દેવાયા
  • બાઈક પર આવેલા અજાણ્યા શખ્સો હત્યા કરીને થયા ફરાર
  • પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી, હત્યાનું કારણ અકબંધ

સુરતઃ શહેરમાં ધીરે ધીરે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. શહેરમાં હત્યાના બનાવો ધીરે ધીરે વધી રહ્યા છે. ત્યારે પાંડેસરમાંથી ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. તેરે નામ ચોકડી પાસે બે વેપારી યુવકો પર અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો અને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટના બાદ આરોપીએ ત્યાંથી ફરાર થયા હતા. બાદમાં લોકોનું ટોળુ ઘટના સ્થળે દોડી આવ્યું હતુ અને જાણ પોલીસને કરવામાં આવી હતી. જે બાદ પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મોબાઈલમાં ગેમ રમવાની લ્હાયમાં પિતાનું એકાઉન્ટ કર્યુ ખાલી, પુત્ર સામે નોંધાવી ફરિયાદ
હત્યાની આ ઘટના પાંડેસરા વિસ્તારમાં શનિવારે રાત્રે બની હતી. હત્યાની આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. બનાવની વિગત એવી છે કે, પાંડેસરા વિસ્તારમાં ભોલા ઉર્ફે શિવશંકર જયસ્વાલ અને પ્રવીમ બાબુલાલ સોલંકી નામના બે મિત્રો રહે છે. આ બંને મિત્રો ગઈ રાત્રે તેરે નામ ચોકડી પાસે ઊભા હતા. ત્યારે બાઈક પર બે અજાણ્યા શખ્સો તેમની પાસે આવ્યા હતા. આ અજાણ્યા શખ્સોએ પ્રવીણ સોલંકી પર તાબડતોડ તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. આ જોઈને તેનો મિત્રો શિવશંકર બચાવવા માટે વચ્ચે પડ્યો હતો. ત્યારે હુમલાખોરોએ તેના પર જીવલેણ હુમલો કર્યો હતો.
SP નેતાના ઘરે ઈનકમ ટેક્સના દરોડા, 16 કલાકની તપાસમાં મળ્યા માત્ર ₹17,000
હુમલાખોરોએ શિવશંકરને પણ ચપ્પાના ત્રણ જેટલા ઘા માર્યા હતા. જે બાદ બંને મિત્રો લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા. જીવલેણ હુમલો કરીને બંને શખ્સો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. આ હુમલામાં શિવશંકરનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. બંને મિત્રોને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તો પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. પીડિતો અને આરોપીઓ વચ્ચે કયા કારણોસર આ ઘટના બની એની તપાસ પણ પોલીસ કરી રહી છે.

ડાયમંડ રિંગ ચોરી રહેલાં શખ્સને સેલ્સ ગર્લે આ રીતે પકડાવ્યો

આસપાસના શહેરોના સમાચાર

Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ

Web Title : double murder in pandesara: two friend killed by unknown person
Gujarati News from I Am Gujarat, TIL Network

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *