[ad_1]
હાઈલાઈટ્સ:
- રૂ. 33,284 કરોડની બજારમૂડી ધરાવતી દીપક નાઇટ્રેટ આ સેક્ટરની મજબૂત કંપનીઓ પૈકી એક ગણાય છે
- ફંડામેન્ટલી નક્કર ગ્રોથ ધરાવે છએ અને પાંચ વર્ષથી રેવન્યુ અને ચોખ્ખા નફામાં વધારો નોંધાવ્યો છે
- આ શેરે કોન્સોલિડેશન પેટર્નમાંથી બ્રેકઆઉટ આપ્યો હોવાથી હજુ ઊંચા સ્તરે ટ્રેડ થઈ શકે
2021માં આ શેરે અસાધારણ સારો દેખાવ નોંધાવ્યો છે. તેણે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 160 ટકા જેટલું જોરદાર વળતર આપ્યું છે. એક મહિનાના ટૂંકા ગાળામાં પણ આ શેરમાં 16 ટકા વળતર મળ્યું છે અને તેની સમકક્ષ કંપનીઓના મોટા ભાગના શેરોને તેણે વળતરમાં પાછળ રાખી દીધા છે.
આજે તે બહુ બુલિશ છે અને તેમાં પાંચ ટકા કરતા વધુ વધારો થયો છે. આ શેરે કોન્સોલિડેશન પેટર્નમાંથી બ્રેકઆઉટ આપ્યો છે અને અત્યારે અગાઉની સ્વિંગ હાઈથી ઉપર ટ્રેડ થાય છે.
દીપક નાઇટ્રેટનો શેર તેની શોર્ટ અને લોંગ ટર્મ મુવિંગ એવરેજથી ઉપર ટ્રેડ થાય છે અને તેનો આરએસઆઈ 61 છે જે બુલિશ ટેરિટરી દર્શાવે છે. તેમાં વોલ્યુમમાં થયેલો વધારો પણ બુલિશ ટેકનિકલ માપદંડને ટેકો આપો છે.
ઊંચા વોલ્યુમ અને મજબૂત પ્રાઈસ એક્શનના કારણે આ શેર આગામી દિવસોમાં ઊંચી સપાટીએ ટ્રેડ થવાની શક્યતા છે.
આ પ્રકારના વધુ આર્ટિકલ્સ વાંચવા માટે સબસ્ક્રાઈબ કરો દલાલ સ્ટ્રીટ ઈન્વેસ્ટમેન્ટ જર્નલ, નંબર-વન ઈક્વિટી રિસર્ચ અને ઈન્વેસ્ટમેન્ટ મેગેઝીન.Disclaimer: ઉપરોક્ત આર્ટિકલ TIL દ્વારા DSIJ વતી પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. તેમાં આપેલી કોઈપણ વિગતો સાથે TIL જવાબદાર નથી. માહિતી પર વિશ્વાસ કરતા પહેલા તેની યોગ્ય રીતે ખરાઈ કરી લેવા વિનંતી છે. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.
[ad_2]
Source link















