[ad_1]
હાઈલાઈટ્સ:
- TTE બન્યાં પછી અલગ-અલગ પદ માટે પ્રમોશન થાય છે.
- પ્રમોશન થયા પછી TTEનો પગાર અને મળતી સુવિધાઓમાં પણ વધારો થશે.
- Travelling Ticket Examiner (રેલવેમાં મુસાફરી દરમિયાન ટિકિટ તપાસનાર) છે. TTE ટ્રેનમાં તમામ પેસેન્જર્સની ટિકિટ ચેક કરે છે.
પરીક્ષા પાસ કર્યા પછી ભારતીય રેલવેમાં TTE બની શકાય છે. રેલવે માટે TTEની પરીક્ષામાં વિશેષરૂપે સામાન્ય જ્ઞાન, ગણિત અને રિઝનિંગના સવાલો પર વધુ ભાર આપવામાં આવે છે. TTE બનવા માટે ઉમેદવારે 50 ટકા સાથે ધોરણ 12ની પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે. તેમજ તે ઉમેદવાર ભારતીય નાગરિક હોવો જોઈએ. ઉમેદવાર કોઈપણ રાજ્યમાંથી રેલવે ટીટીઈ માટેની અરજી કરી શકે છે. રેલવેમાં TTEની નોકરી માટે આંખની રોશની સારી હોવી જોઈએ. જો તમારી આંખની રોશની ઓછી હશે તો તમને TTEની નોકરી નહીં મળી શકે.
TTEનો પગાર?
ભારતીય રેલવેમાં TTEને સારા પગાર સાથે ઘણી સુવિધાઓ પણ મળે છે. એક TTEને સાતમા પગાર પંચ મુજબ હવે 9400થી 35000 રૂપિયાનો પગાર મળે છે. આ સિવાય 1900 રૂપિયા ગ્રેડ પે+ DA + HRA + અન્ય અલાઉન્સ પણ મળે છે. TTE અને તેમના પરિવારના સભ્યોને જ્યાં જવું હોય ત્યાં ટ્રેનમાં મફત યાત્રાની સુવિધા પણ આપવામાં આવે છે. TTE બન્યાં પછી અલગ-અલગ પદ માટે પ્રમોશન થાય છે. પ્રમોશન થયા પછી TTEનો પગાર અને મળતી સુવિધાઓમાં પણ વધારો થશે.
[ad_2]
Source link
Leave a Reply