today tomato price: એક જ વર્ષમાં ‘લાલઘૂમ’ થઇ ટામેટાની કિંમત, બે ગણા ભાવે વેચાઇ રહ્યા છે – tomato price almost duoble during last year in india

[ad_1]

હાઈલાઈટ્સ:

  • રિપોર્ટ મુજબ, વિશ્વમાં ચીન પછી ભારત ટામેટાનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે
  • આ વર્ષે કમોસમી વરસાદે ટામેટાના ઉત્પાદન પર ગંભીર અસર કરી છે
  • પેટ્રોલ-ડીઝલના ભાવને લીધે ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘુ થયું, જેની અસર ટામેટાના ભાવ પર દેખાઇ રહી છે

નવી દિલ્હીઃ દેશભરમાં મોંઘા ભાવે વેચાઈ રહેલા ટામેટા ચોતરફ ચર્ચાનો વિષય બન્યા છે. કારણ કે દેશના મોટાભાગના ભાગોમાં ટામેટાની રિટેલ પ્રાઇઝ 100થી 130 રુપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઇ છે. હાલમાં દેશમાં મોંઘવારીનો દૌર ચાલી રહ્યો છે. એવામાં ટામેટાના ઊંચા ભાવ રસોડાને બજેટને પણ પ્રભાવિત કરી રહ્યા છે.

દેશના મોટા શહેરોની વાત કરીએ તો રાજધાની દિલ્હીમાં ટામેટા 73 રુપિયે કિલો વેચાઈ રહ્યા છે. ચંદીગઢમાં 71 રુપિયે, જ્યારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ટામેટાનો ભાવ 75 રુપિયા કિલો છે. અન્ય મહાનગરોની વાત કરીએ તો કોલકાતામાં ટામેટા 83 રુપિયે કિલો વેચાઈ રહ્યા છે. જ્યારે મુંબઇમાં 53 રુપિયે અને બેંગલુરુમાં 88 રુપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. બુધવારે દેશમાં સૌથી મોંઘા ટામેટા અંડમાન નિકોબારની રાજધાની પોર્ટ બ્લેયરમાં હતો અહીં ટામેટા 135 રુપિયે કિલોના ભાવે વેચાયા છે.

હાલમાં ટામેટાનો ભાવ વધ્યો છે પરંતુ ભૂતકાળમાં જોઇએ તો વિતેલા એક વર્ષમાં ટામેટાનો ભાવ લગભગ બમણો થયો છે. ટામેટાનો વર્તમાન ભાવ અચાનક નથી વધ્યો, ઓક્ટોબરમાં 15 દિવસમાં જ ટામેટાના ભાવ ઉચકાયા હતા. એ સમયે બંગાળના કોલકાતામાં સૌથી વધુ ભાવ હતો. અહીં પહેલી ઓક્ટોબરે ટામેટાનો ભાવ 30-35 રુપિયે કિલો હતો અને 15 તારીખે વધીને 72 રુપિયા સુધી વધી ગયો હતો.

રિપોર્ટની માનીએ તો ટામેટાનો ભાવ વધવા પાછળ મહત્વનું કારણ છે કમોસમી વરસાદ, જેના લીધે ટામેટાના ઉત્પાદનમાં ઘટાડો આવ્યો હતો અને પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવને લીધે ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘુ થયું છે. આ સિવાય દેશમાં લગ્ન સિઝન ચાલી રહી હોવાથી શાકભાજીના ભાવ ઉચકાયા છે.

નેશનલ હોર્ટિકલ્ચરલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન મુજબ ચીન પછી ભારત વિશ્વમાં બીજો સૌથી મોટો ટામેટા ઉત્પાદન કરતો દેશ છે. ભારતમાં 7.89 લાખ હેક્ટરમાં આશરે 25.05 ટન પ્રતિ હેક્ટર ઉપજ સાથે આશરે 1.975 કરોડ ટન ટામેટાનું ઉત્પાદન થાય છે. એમ છતાંય અહીં ટામેટાની કિંમત 100 રુપિયે કિલાની આસપાસ પહોંચી ગઇ છે.
160 રૂપિયા કિલોએ પહોંચ્યો ભાવ, ટામેટાએ બનાવ્યો મોંઘવારીનો નવો રેકોર્ડમાવઠાના લીધે ઊભા પાકને નુકસાન, એક કિલો ટામેટાંનો ભાવ 100 રૂપિયે પહોંચ્યો

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *