[ad_1]
હાઈલાઈટ્સ:
- બનાસકાંઠા વાવના રામકથાકાર બટુક મોરારી બાપુનો સોશિયલ મીડિયોમાં એક વીડિયો વાયરલ થયો છે.
- બટુક મોરારી બાપુએ તોછડી ભાષામાં વાત કરતા સીએમ ભૂપેન્દ્ર પટેલ પાસે ‘ખંડણી’ માગી.
- સાત દિવસમાં 1 કરોડ નહીં પહોંચાડો તો પટેલને રાજ કરવા નહીં દઉં તેવી ધમકી આપી.
બનાસકાંઠા વાવના રામકથાકાર બટુક મોરારી બાપૂનો સોશિયલ મીડિયોમાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ એકદમ તોછડી ભાષામાં રાજ્યના સીએમને ઉદ્દેશીને ધમકી આપી રહ્યા છે. તેઓએ વીડિયોમાં જણાવ્યું હતું કે, માનનીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હું વાવના રામકથાકાર બટુક મોરારી બાપૂ બોલી રહ્યો છું, વાવ બનાસકાંઠા મહેશ ભગત, બટુક મોરારી બાપુ… તેમને પોતાનો મોબાઈલ પણ આપ્યો છે.
તેમણે સીએમને ધમકી આપતા જણાવ્યું છે કે, 11 દિવસની અંદર 7 તારીખ સુધીમાં 1 કરોડ રૂપિયા મને ગમે ત્યાંથી મોકલાવી દેજો. નહીં તો ગુજરાતમાં પટેલને રાજ નહીં કરવા દઉ, અને તમે (મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ) પણ અકસ્માતમાં માર્યા જશે તેવી ધમકી અપાઈ હતી. તેમને ગાદીએ બેસાડ્યા એટલે 1 કરોડની દક્ષિણા પહોંચાડી દેજો, સમજ્યા 1 કરોડ… એક રૂપિયો ઓછો નહીં, આજે 25 તારીખ થઈ છે, એટલે 5મી તારીખ સુધીમાં.. ગમે તે માણસને મોકલીને મને 1 કરોડ મોકલાવી દેજો. એટલે ગુજરાતની ગાદી પટેલોને રહેશે, નહીં તો ત્રણ મહિનાની અંદર ઉપાડીને ફેંકી દઈશ. બટુક મોરારી બાપુ બોલું છું. મહેશ ભગત….
[ad_2]
Source link
Leave a Reply